Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 249
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સાધ્વી કૃષ્ણાએ મહા સિંહનિષ્ફીડીત તપ કર્યું. આ તપમાં પહેલી પરિપાટીમાં ૪૭૯ દિવસ તપશ્ચર્યાના હોય છે અને ૬૧ દિવસ પારણાનાં હોય છે. આવી ચાર પરિપાટીમાં તપ પૂર્ણ કર્યું. છ વર્ષ, બે મહિના અને બાર દિવસમાં તપ સંપૂર્ણ થયું. એ સાધ્વી સુકૃષ્ણાએ સપ્તસપ્તિકા ભિક્ષ-પ્રતિમા તપ, અષ્ટ-અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા તપ, નવ-નવમિકા ભિક્ષપ્રતિમા તપ કર્યું. - સાધ્વી વીરકૃષ્ણાએ મહા સર્વતોભદ્ર તપ કર્યું. ક સાધ્વી રામકૃષ્ણાએ “ભદ્રોત્તર-પ્રતિમા' તપ કર્યું. - સાધ્વી પિરાણાએ ઘણા ઉપવાસ કર્યા. - સાધ્વી મહાસણકષ્ણાએ “વર્ધમાન આયંબિલ તપ કર્યું. આ તપમાં તેમને ૧૪ વર્ષ, ૩ મહિના, ૨૦ દિવસ લાગ્યા. સુલતા તો આ વૃત્તાંત જાણીને દંગ થઈ ગઈ. “રાજમાતાઓ સાથ્વી બનીને આવી ઘોર તપશ્ચર્યા કરી અનંત કર્મોની નિર્જરા કરી શકે છે, તો હું શ્રાવિકાના જીવનમાં તપશ્ચર્યા કેમ ન કરી શકું? હું પણ તપશ્ચર્યા કરી આ શરીરનું મમત્વ તોડું, કષાયોને ઉપશાંત કરું. ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે. હવે જ્યારે વૃદ્ધાવસ્થા નિકટ છે અને શરીરબળ તપ કરવા માટે પર્યાપ્ત છે, તો મારે તપશ્ચર્યા કરી લેવી જોઈએ. મને હવે સ્વજન-પરિજનોનું કોઈ મમત્વ રહ્યું નથી. વૈભવ-સંપત્તિનો મોહ રહ્યો નથી. શરીરની આસક્તિ રહી નથી તો શા માટે ઉગ્ર તપ ન કરું? તપ કરીને પણ સ્વસ્થ રહેવાનું મારામાં પૈર્ય છે. મારા પ્રભુ વીરની મારા ઉપર અપરંપાર કૃપા છે. મારે મારું શેષ જીવન તપશ્ચર્યામાં વિતાવી દેવું છે.' સુલસાનું મન તપશ્ચર્યા કરવા ઉલ્લસિત બન્યું. તેણે વિવિધ તપશ્ચર્યા શરૂ કરી. જેમ જેમ તપશ્ચર્યા થતી રહી, તેમ તેમ એનું ધર્મધ્યાન વૃદ્ધિ પામતું રહ્યું. એના કૃશ થતા જતા દેહ પર તપનું તેજ પથરાવા લાગ્યું. તેના મુખ પર સૌમ્યતા-શીતલતા અને પ્રસન્નતા વિકસિત થઈ. પરમાત્માના ધ્યાનમાં લીનતા વધવા લાગી. સહજ ભાવે તપ થવા લાગ્યું... મહિનાઓ વીત્યા અને કેટલાંક વર્ષો વીત્યાં. મનુષ્યનું આયુષ્ય પર્વતીય નદીના ઝરણાની જેમ નિરંતર ગતિશીલ હોય સુલાસા ૨૩૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267