Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 234
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને ભલી, ભટકતી રહી ભવ વને ક્યારે થશે તમ સહવાસ? ઘણાને તાર્યા, પાર ઉતાર્યા, આપની છે જગતારક પદવી ઘણા અપરાધીને તમે ઉગાર્યા, મને તારવામાં વાર કેવી? મોહ-મદથી ઉન્મત્ત ને બેહાલ નહીં શુદ્ધિ લગાર આવા ડૂબવાના સમયે નાથ. શું નહીં લો મમ સંભાળ? અને હું જ નિર્મોહી બની તરી જઈશ સંસાર તો પછી ઉપકાર શો તમારો? માટે કહું છું કરો ન વાર.... સુખમાં તો સ્વજન ઘણા દુઃખમાં વિરલા કોય આપ શરણ છો મમ સદા કરો કૃપા દુઃખ મુજ જોય. એક વાત ખરી કહું તમને તુમ દર્શને પ્રગટ્યો હૃદયપ્રકાશ અનુભવ અપૂરવ મુજ થયો હોય સવિ કર્મોનો નાશ... કર્મકલંક નિવારવું મારે રમવું નિજ શુદ્ધ સ્વરૂપ, વિશ્રામ પામવો તુજ પદક ભાવ અપૂર્વ પ્રગટો ચિપ.. તમે જ સુખદાતા ને જ્ઞાનદાતા ત્રિશલાનંદન! આપ મનમાં સદા મન-વચન-કાયાથી વિનવું અભેદ ભાવે રહો સર્વદા... પૂજા-ભક્તિથી પરવારી, સુલસા અંબાને પોતાના મંત્રણાગૃહમાં લઈ ગઈ. ત્યાં બેસીને આંબડે સુલતાને કહ્યું: હે મહાસતી! તું ખરેખર જિનધર્મનું ગૌરવ ધારણ કરનારી છે...તે જિનધર્મને સમજ્યો છે, જીવનમાં જીવ્યો છે અને તારા સમસ્ત વ્યક્તિત્વ પર જિનધર્મ છવાઈ ગયેલો છે. તું સાક્ષાત્ ધર્મમૂર્તિ છો. હે સુલસા, તારો વિવેકવૈભવ અપાર છે. તું સાર-અસારનો ભેદ કરી શકે છે. હેય-ઉપાદેયને સમજી શકે છે. પાપ-પુણ્યના ભેદ જાણે છે. કર્તવ્યઅકર્તવ્યને તું સમજે છે. ખરેખર, વિવેકની આરાધના તારા એક-એક વચનમાં સંભળાય છે ને એક-એક પ્રવૃત્તિમાં દૃષ્ટિગોચર થાય છે. – ધન્યા! સુલસા, સાચે જ તે ધન્ય છે. ધન્યવાદને પાત્ર છે. હું તને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે! મારા હૃદયમાં તારા પ્રત્યે નિર્મળ સ્નેહનો સાગર ઘૂઘવી રહ્યો છે. મેં ઘણાં ગામ-નગરોમાં હજારો સ્ત્રીઓ જોઈ છે, પરંતુ તારી તોલે કોઈ ના આવે! હે દેવી! તવૈવ સક નિરખન્મ ! તારું મનુષ્યજીવન સફળ બન્યું છે. ભગવાન મહાવીરદેવે જે નરજન્મના ગુણ ગાયા છે, જે નરજન્મને અતિ ૨૨૪ સુલાસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267