Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 240
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હે ગુણનિધિ, સત્ય વસ્તુ હાથમાં આવ્યા પછી, અસત્યને લેવાનું મન થાય ખરું? જો એવું મન થાય તો સત્યને સત્ય તરીકે સમજ્યા જ ન કહેવાઈએ. સત્ય જો ગમે છે, સત્ય પ્રિય લાગે છે, તો પછી અસત્ય ગમે તેવાં રૂપ ધારણ કરીને આવે, છતાં એના પ્રત્યે કોઈ પ્રકારનું આકર્ષણ ન થવું જોઈએ. કૌતુક જોવું એ પણ એક પ્રકારનું આકર્ષણ જ છે. તમે કહ્યું એમ ભલે કૌતુક જોવા સ્ત્રીની સહજવૃત્તિ હોય, પણ જ્યારે આત્મા ઊંચો ઊઠે છે ત્યારે મોહજન્ય સહજવૃત્તિઓ છૂટી જાય છે. ભલે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. હે પ્રજ્ઞાવાનું! મારા માટે પ્રભુ વીર જ પરમ સત્ય છે! પરમ સખા છે. એમને પામ્યા પછી, એમની દિવ્ય વાણી સાંભળ્યા પછી દુનિયાનાં કૌતુકો...નાટકો જોવાનું મન થાય જ નહીં, મારું મન બીજે જતું નથી કે લોભાતું નથી. વળી તમને પૂછું છું કે તમે જંગલમાં મુક્તપણે ફરતા ગંધહસ્તીને જોયો છે ને? એના ગંડસ્થળમાંથી ઝરતા મદની સુવાસ લેતા ભ્રમરને તમે જોયો છે? એ ભ્રમર શું લીમડાનો રસ પીવા જાય ખરો? મેં પ્રભુના કમલની સુગંધ જેવા શ્વાસોચ્છવાસને, એમને પ્રદક્ષિણા દેતાં અનુભવ્યો છે! ૨૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુના જન્મજાત ચાર અતિશય આપ જાણો છો ને? શ્વાસને ઉછ્વાસ જિનના કમલપુષ્પની ગંધ સમ માંસ ને રુધિર ઉજ્જ્વલ શ્વેત દુગ્ધધારા સમ, તન નીરોગી, રૂપ સુંદર નિત્ય થનગન યૌવન આહાર ને નિહાર અદશ એવું છે જિનજીવન! એવી જ રીતે નર્મદા-નદીના કાંઠે ઊગેલાં વૃક્ષોનાં પુષ્પોની મકરંદમાં મસ્ત બનેલો ભમરો મરુભૂમિ પર ઊગેલા કેરડાના ઝાડ પર બેસવા જાય ખરો? કે વિચક્ષણ બંધુ! સમવસરણમાં બેસીને જેમણે પ્રભુની વાણીના શ્રવણમાં મસ્તી માણી છે...એ બીજા છળ-પ્રપંચ કરનારા દેવોની પર્ષદામાં જાય ખરો? રાજગૃહીમાં જ્યારે જ્યારે દેવોએ સમવસરણ રચ્યાં, દેવદેવેન્દ્રો અને માનવ-મહારાજાઓ, સ્ત્રીઓ ને પુરુષો, સાધુઓ અને સાધ્વીઓ, પશુઓ ને પક્ષીઓ એ સમવસરણમાં જતાં હતાં, પ્રભુના દિવ્ય ઉપદેશને સાંભળી પરમ શાન્તિ-રસ પીતાં હતાં, તેઓ બીજા દેવોની પાસે જાય જ શા માટે? મેં તો એ અમૃત એટલું પીધું છે કે, હવે મને બીજાં સુલસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267