Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 233
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે સાચો શ્રાવક બની ગયો. પ્રભુપૂજાનાં શ્વેત વસ્ત્રો એણે પહેરી લીધાં. હાથમાં ફૂલ-ફળને નિવેદનો કરંડિયો લઈ એ સુલતાની હવેલીના દ્વારે જઈ ઊભો. મુખ પર નમ્રતા! નેત્રોમાં ભક્તિભાવ! સુંદર રૂપવાન શરીર! હું પ્રભુપૂજા માટે આપના ગૃહમંદિરના દ્વારે આવ્યો છું દેવી!' હે ધર્મબંધુ! પધારો પધારો! હું આપનું સ્વાગત કરું છું. હે બંધુ, આપની જીવનયાત્રા સુખમય છે ને? આપના પધારવાથી મારું ઘર પવિત્ર બન્યું. આજનો માર દિવસ ધન્ય બન્યો..પ્રભાતે પ્રભાતે સાધર્મિક બંધુનો મેળાપ થયો.. આજનો મારો દિવસ ધન્ય બન્યો. આજનું પ્રભાત મંગલકારી. બન્યું. આજે જ મારી બારી પાસે ગ્રીષ્મ ઋતુની પવન-લહેરખી પોતાનો કલરવ લઈને આવી હતી અને પ્રભુના રાજદરબારમાં કાવ્યગુંજન કરવા સંગીતમર્મજ્ઞ ભ્રમરો પણ આવ્યા હતા! મને લાગ્યું બીજાં કામો તો પછી થશે, પણ આજે આપની હાજરીમાં આવાં દૃશ્યો જોવા નહીં મળે. માટે મારા ભ્રાતા, પ્રભુના સાનિધ્યમાં શાન્તિ ભરીને બેસવાનો આ અવસર છે. ભરી ભરી આ આરામપળોમાં જીવન-સમર્પણનું ગીત ગાઈ લેવાનો આ સમય છો!' સુલસાએ અંબડના માટે પોતે જ આસન બિછાવ્યું. દાસીઓએ કહ્યું : રહેવા દો માતા, અમે પાથરીએ છીએ...” ના, ના, મારા બંધનું આસન તો હું જ બિછાવવાની! અને હું એમના પગ ધોવાની.' સુલસાએ અંબડને આસન પર બેસાડી, જેમ માતા પુત્રના પગ ધુએ તેમ પોતે જ એબડના પગનું પ્રક્ષાલન કર્યું. કે પછી દાસીઓ દ્વારા પ્રભુપૂજનની બધી તૈયારી કરાવી દીધી. અંબડે ભાવપૂર્વક ભગવંતની પૂજા કરી. તે હર્ષથી ઉલ્લ બન્યો. પછી સુલતાને કહ્યું : “હે વિવેકી સુલસા, સાંભળો! શાશ્વતા અને અશાશ્વતા બધાં જિનબિંબોને મેં નમસ્કાર કર્યા છે. હમણાં, તું પણ નમસ્કાર કર.” સુલતાએ લલાટે અંજલિ જોડી ભાવપૂર્વક નમસ્કાર કર્યા. પછી તેણે અંબડને કહ્યું : હવે આપણે પ્રભુની ભાવસ્તવના કરીએ - કલાપૂર્ણ ને જ્ઞાનપૂર્ણ હા કરશો પૂર્ણ મમ આશ? પૂર્ણદષ્ટિથી જુઓ અમને, ચિત્ત ધરો અમ અરદાસ.. કરી કર્મોનો નાશ થયા અવિનાશ, કર્યો મુક્તિપુરીમાં વાસ, સુલતા ૨૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267