________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાગૃહ એટલે જાણે વસંતનો વૈભવ! અને કેમ ન હોય? વૈભવ શ્રેણિક જેવા શુરવીર રાજાનો સેવક બનીને એને અનુસરી રહ્યો હતો. સિંહાસનની પાછળ પૂર્વાભિમુખે સૂર્યદેવની, નીલરંગની ભીંત પર થાળી જેવડી ગોળાકાર સુવર્ણપ્રતિમા હતી. નીલરંગી ભીંતના પૃષ્ઠ ભાગ પર જુદી તરી આવતી સોનેરી પટ્ટી હતી. સાક્ષાત્ સૂર્યદેવ જ આકાશમાંથી ઊતરીને સિંહાસનને ટેકો દેવા જાણે ભીંત પર સ્થિર થઈ ગયા હોય તેવો ભાસ ચકચકિત પ્રતિમાને જોઈને થતો હતો. સિંહાસનની બે બાજુ અને સામે બીજાં આસનો હતાં. રાજગુરુ, અમાત્યો, સેનાપતિ, પુરોહિત, આમંત્રિત રાજાઓ અને રાજગૃહીના યોદ્ધાઓ એ આસન પર બિરાજ્યા હતા.
સભાગૃહના આરસના થાંભલા પર નકશીદાર વેલબુટ્ટા તેમજ વિવિધ ભાવમુદ્રાઓ કંડારવામાં આવી હતી. શ્વેત આરસની ફરસ પર ગાંધાર અને કંબોજ દેશના સુંવાળા રેશમી ગાલીચા પાથરવામાં આવ્યા હતા. પવનની અવરજવર માટે સામસામે ભવ્ય ગવાક્ષો હતા. રાજારાણીઓને બેસવા માટે એક સ્વતંત્ર અટારી બનાવવામાં આવી હતી. હંમેશની જેમ ઝગમગતા જરિયાન પડદાની આડશથી અટારી શોભતી હતી. ભલભલો અહંકારી માણસ પણ સભાગૃહના આ વિસ્મયકારી રાજસિહાસનને જોઈ ઝૂકી જતો.
સભાગૃહ ભરાઈ ગયું. મહારાજા શ્રેણિક, અભયકુમાર તથા મેઘકુમાર સાથે સભાગૃહમાં પ્રવેશ્યા, પાછળ નંદીષેણ વગેરે રાજકુમારો પણ પ્રવેશ્યા. ચારેય ખૂણામાં સળગતી અગરબત્તીની સુગંધી લહેરે વાતાવરણને તરબતર કરી મૂક્યું હતું.
મને (સુલસાને) આ સભાગૃહમાં બે વસ્તુ વધુ આકર્ષક લાગી! એક મેઘકુમારની સ્વચ્છ પ્રફુલ્લ મુખમુદ્રા અને બીજી સૂર્યદેવની ચળકતી પ્રતિમા હું એ પ્રતિમાનું એકટીસે દર્શનપાન કરી રહી હતી. જમણા હાથની કોણી મેં આસન પર ટેકવી હતી. હથેળી પર દાઢી ટેકવી એ મોહક દૃશ્યને હું આંખો ભરીને પીતી હતી. વળી મારી દૃષ્ટિ મેપકુમાર ઉપર જતી હતી. હું ભાવવિભોર બનીને કુમારને જોતી રહી. એની દેહકાન્તિ ઉવલ સુવર્ણ રંગથી ચમકતી હતી. આવું સુરમ્ય દશ્ય મેં ક્યારેય જોયું ન હતું. કેવો રમ્ય સ્વપ્નપ્રદેશ! હું ચકિત થઈ ગઈ. એવામાં પાછળ ઊભેલી વસંતસેનાએ મને કોણી મારી. હું ભાવસમાધિમાંથી જાગી. મેં ચમકીને એની સામે જોયું. એણે અભયકુમાર સામે ઇશારો કર્યો.
સુલસા
૩૫
For Private And Personal Use Only