________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાઓમાં દેખા દે છે અને જે કાંઈ મારી પ્રેમસરિતામાં વહે છે તે બધું જ હે સ્નેહસિધુ! તમારા ચરણે ધરવા માટે છે.
પ્રભો! તમારી કરુણાસભર એક દષ્ટિ મારા ઉપર પડી છે. મારું જીવન તમારા ચરણે સમર્પિત છે. પુષ્પની માળા મેં ગૂંથી રાખી છે. આત્મા અને વિરતિના લગ્નમહોત્સવને વધાવવા બધી તૈયારી રાખી છે. રાત્રિના નિરવ એકાંતમાં મારા પ્રિયતમને મળવા હું નવવધૂની જેમ ક્યારની પ્રતીક્ષા કરી રહી છું. હે જીવનના સ્વામી! હું આજે મારું ઘર છોડી દઉં છું અને આપના શરણે આવું છું..પ્રભો! મને સર્વવિરતિ આપી, મને આપની શિષ્યા બનાવી દો!” જયંતી શ્રાવિકાએ દીક્ષા લીધી.
સમવસરણ પૂરું થયું.
અભયકુમાર સાથે અમે સહુ ભગવાન પાસે ગયાં. વંદના કરી, સુખશાતા પૂછી અને મેઘમુનિ તથા નંદીષણ મુનિને વંદન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ભગવંતે અનુમતિ આપી. અમે મેઘમુનિને વંદન કરી, એમની સુખશાતા પૂછી, નંદીષેણ મુનિ પાસે ગયા. તેમને વંદના કરી એમની પાસે બેઠાં.
નંદીષેણ, જયંતી શ્રાવિકાની દીક્ષાથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે કહ્યું : “તમે જયંતીના વ્યક્તિત્વને નહીં જાણતા હો.. એ ખરેખર સાચી શ્રમણોપાસિકા હતી, હવે એ શ્રેષ્ઠ સાધ્વી બની! ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશી ગણધર અને એમનાં સાધુ-સાધ્વીઓના પરિચયથી જયંતી ધર્મશાસ્ત્રોમાં, તત્ત્વજ્ઞાનમાં, તત્ત્વચિંતનમાં રચીપચી રહેતી હતી. રાજમહેલમાં રહેવા છતાં એનામાં કોઈ ગર્વ નહોતો, કોઈ અભિમાન ન હતું. એ આ નગરમાં એટલી જ આદરપાત્ર હતી, જેટલી આદરપાત્ર રાણી મૃગાવતી છે! મહારાજા શતાનિકના મૃત્યુ પછી રાણી મૃગાવતીએ જેમ જયંતીને સાચવી હતી તેવી રીતે જયંતીએ મૃગાવતીને વૈધવ્યનું દુઃખ સાલવા દીધું ન હતું. બંને નણંદ-ભોજાઈ ગુણિયલ! તમે સહુ ભાગ્યશાળી કે આવા વિરલ પ્રસંગે તમે અહીં આવી ગયાં!” અભયકુમારે કહ્યું : “મુનિરાજ! હવે તો આપ સ્વસ્થ અને પ્રસન્ન છો ને?'
હા, મહામંત્રી! દુષ્કર્મનું એક પ્રચંડ વાવાઝોડું આવવાનું જ હતું! દેવવાણી થયેલી અને સ્વયં પરમ ગુરુદેવે પણ મને સાવધાન કરેલો પણ
સુલતા
૮૭
For Private And Personal Use Only