________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબ ક્રોધ આવ્યો હતો. તેણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે : “કોઢી બહાર નીકળે ત્યારે તેને પકડી લો.' ભગવંતની દેશના પૂર્ણ થતાં એ કોઢી બહાર નીકળ્યો. રાજાના સૈનિકોએ એને ઘેરી લીધો; પરંતુ કોઢી તો આકાશમાર્ગે ઊડી ગયો!
શ્રેણિકે પ્રભુને પૂછયું : “હે નાથ! આપને છીંક આવી તે વખતે તે અમંગલ બોલ્યો અને બીજાઓની છીંકો આવી તે વખતે માંગલિક બોલ્યો, તેનું શું કારણ?'
પ્રભુએ કહ્યું : “એ દેવે મને કહ્યું : હજુ સુધી આપ આ સંસારમાં કેમ રહ્યા છો? શીધ્ર મોક્ષે જાઓ!' એવું ધારીને મને કહ્યું : “મૃત્યુ પામો!' હે રાજનું, તને કહ્યું કે, “જીવો!” કેમ કે તને આ જીવનમાં જ સુખ છે. મૃત્યુ પછી તું નરકમાં જવાનો છે. અભયકુમારને કહ્યું : “જીવો કે મર!' કારણ કે જીવનમાં એ ધર્મ કરશે અને મરીને તે અનુત્તર દેવલોકમાં જશે.
કાલસૌરિકને કહ્યું કે, “તું જીવ નહીં અને મર પણ નહીં!' કારણ કે એ જીવશે ત્યાં સુધી પાપ કરશે અને મરીને સાતમી નરકમાં જશે.'
ભગવાને દર્દશક દેવના વચનોનું સ્પષ્ટીકરણ કર્યું. શ્રેણિકે દીનભાવે પ્રભુને કહ્યું : “હે પ્રભુ! આપ જેવા જગત્પતિ મારા સ્વામી હોવા છતાં મારે નરકમાં જવાનું?'
શ્રેણિક, તેં મારા પરિચયમાં આવતાં પહેલાં નરકગતિનું આયુષ્યકર્મ બાંધેલું છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ. શુભ-અશુભ જેવાં કર્મ જીવે બાંધ્યાં હોય તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. અમે પણ પરિવર્તન ન કરી શકીએ! તો પણ તે નિરાશ ન થઈશ. આવતી ચોવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ!'
“હે નાથ! આ સમવસરણમાં એવો બીજો કોઈ જીવ છે કે જે આગામી ચોવીશીમાં તીર્થકર થશે?'
હા શ્રેણિક, અહીં બેઠેલી સુલસા શ્રાવિકા આગામી ચોવીશીમાં પંદરમાં નિર્મમ નામના તીર્થંકર થશે!”
સલસાની આંખો વિસ્ફારિત થઈ ગઈ. શરીર રોમાંચિત થઈ ગયું. હૈયું ભાવવિભોર બની ગયું. તે ઊભી થઈ. પ્રભુને નમન કરી, ત્રણ પ્રદક્ષિણા દીધી. પ્રભુ સન્મુખ ઊભી રહી અને તેના મુખમાંથી સ્તવના સરવા માંડી:
સુલાસા
૧૬૯
For Private And Personal Use Only