________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૮
નાગ સારથિ પણ પ્રજ્ઞાવંત હતા. તેઓ સુલસાના પ્રભુ-પ્રેમને જાણતા હતા. એ પ્રભુ-પ્રેમને સારો માનતા હતા. પુત્રો વિનાની માતા પોતાનો પ્રેમ પ્રભુ પ્રત્યે અને પતિ પ્રત્યે ન વહાવે તો ક્યાં વહાવે? સુલસા તો પ્રેમમૂર્તિ હતી...એનો પ્રેમ નિરંતર પ્રભુ વીર તરફ વહેતો રહેતો હતો. નાગ સારથિ પ્રસન્ન હતા. સુલસાએ આજે નાગને, ધન્ના અણગારનો અથથી ઇતિ સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો...નાગ સારથિની આંખો આંસુથી ઊભરાતી હતી.
આવી અનાસક્તિ? આવો ભવ્ય વૈરાગ્ય? સ્વજન-પરિજન અને અઢળક વૈભવની આસક્તિ તો તોડી, શરીરની પણ આસક્તિ ન રહી? આવું ક્ષીણ કરી નાખ્યું શરીરને? શરીરના બંધનમાંથી આત્માને મુક્ત કરવાનો આવો ભગીરથ પુરુષાર્થ? ધન્યકુમાર ખરેખર ધન્ય બની ગયા. મનુષ્યજીવનને સફળ કરી ગયા... મુક્તિ પામવાનો આ જ માર્ગ છે દેવી! આપણે તો ગૃહવાસમાં પડ્યાં રહ્યાં છીએ... હજુ મને તમારા પ્રત્યે મમત્વ છે...હજુ મને આ હવેલી ગમે છે. સ્વજનો-પરિજનો આવે છે તો ગમે છે...હે પ્રભુ! અમારી મુક્તિ ક્યારે થશે? નાગનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. સુલસાએ પોતાની સાડીના છેડાથી નાગની આંખો લૂછી...
ગદ્ગદ્ સ્વરે સુલસા બોલી : ‘નાથ! આપણો ઉદ્ધાર તો પ્રભુ વીર કરશે તો જ થશે... એમને આપણા જે ઘાટ ઘડવા હોય તે ભલે ઘડે. આપણે તો આપણાં તન, મન એમને સમર્પી દીધાં છે!'
હરફ ન કાઢું હોઠ થકી મને સુખમાં રાખો સ્વામી, મરજી હોય તો મ્હેર કરી મને દુ:ખમાં દેજો દાટી! તમને ઘાટ ગમે તે ઘડજો હું તો હરદમ પાયે પડી... જે મારગ મને ચીંધશો
તે મારગ જાઉં હાલી, પાછળ ન જાઉં કુણ આવે નજર ન નાખું ઠાલી...! ભાવઠ બધી તમને ભળાવી હરખે હું તો કાઢું ઠંડી....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુલસા