________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ સાવ નિર્માલ્ય બનીને ટૂંટિયું વાળી બેસી જાય છે ત્યારે તમે હે મારા રાજા! કોઈ મહાન નૃપતિની અદાથી એકદમ બારણું ખોલીને પ્રવેશો છો અને મારી પેલી રાંકડી ક્ષુદ્રતા કોણ જાણે ક્યાં ભાગી જાય છે!
અને જ્યારે અદમ્ય વાસનાનો ઘેરો અંધકાર મારા મન-આકાશને વીંટળાઈ વળે છે ત્યારે તે પવિત્રતમ! તમે વીજળી લઈને મારી પાસે આવો છો. હું તો તમને કયા સ્વરૂપે પિછાણું મારા નાથ!'
દેવી સુલતા! તમારા હૃદયકમલમાં તો પ્રભુ વીર સદૈવ બિરાજમાન છે!' ‘ભલે મહામુનિ, તમારી વાત સત્ય હો. પરંતુ આપ તો પ્રભુના હૃદયકમળમાં બિરાજમાન છો! એ આપનું શ્રેષ્ઠ પુણ્ય છે! આપ તો ભવસાગર તરી જ જવાના!”
રાણીઓએ નંદીષેણ મુનિને સુખશાતા પૂછી. તેમના સંયમજીવનની અનુમોદના કરી.
અમારે પાછા રાજગૃહી જવાનું હતું. પરંતુ મહારાણી મૃગાવતી અને રાજા ઉદયન બહાર અમારી રાહ જોઈને જ ઊભા હતા. જેવા અમે બહાર આવ્યા કે ઉદયને અભયકુમારનો હાથ પકડ્યો. મૃગાવતીએ નંદા અને ધારિણીને પકડ્યા.
ચાલો રાજમહેલમાં, સાધર્મિક ભક્તિનો લાભ આપીને પછી પધારો...' ઘણી આનાકાની કર્યા પછી, મૃગાવતીનો આગ્રહ જીતી ગયો. અમે રાજમહેલમાં ગયાં. અમારી ખૂબ સારી રીતે આગતા-સ્વાગતા કરવામાં આવી. રાણી મૃગાવતીએ અભયકુમારને કહ્યું : મહામંત્રી, આપ તો મગધના સર્વેસર્વા છો! મહારાજાના પુત્ર છો એટલે આપની બધી વાતો મહારાજા માને! હું ઇચ્છું છું કે વત્સદેશ અને મગધની વચ્ચે પાકી મૈત્રી બની રહે...”
મહારાણી! આપની એવી ઇચ્છા છે તો હું મહારાજાને વિનંતી કરીશ અને આપણી મૈત્રી દૃઢ બનશે...” (ઉદયન હજુ નાનો છે...' ચિંતા ના કરો...અમે, મગધપતિ ઉદયનના પડખે છીએ.” બહુ મોટી કૃપા!” “તો પછી રાજગૃહી પધારજો!'
સુલતા
૮૯
For Private And Personal Use Only