________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(લસા જેવી જ્ઞાની, સમ્યગ્દષ્ટિ અને સૌમ્ય નારીની આંખોમાં આંસુ છે. એ બેચેન છે, વ્યગ્ર છે, વ્યાકુળ છે. આ પરિસ્થિતિ સમક્તિ માટે સ્વાભાવિક ન કહેવાય. સમકિતી તો સદૈવ સમતારસમાં રમતો હોય. પણ પુત્ર મૃત્યુનું ઓચિંતું કારણ ઊભું થઈ ગયું. એણે સુલતાને ભીતરથી છિન્ન-ભિન્ન કરી મૂકી. અભયકુમારથી એ છિન્નભિન્નતા સહેવાતી નથી. સુલસા ભીતરમાં વલોવાય છે. તે ભાંગી પડી છે. એને ફરી પાછી બેઠી કરવી, એ જેવું તેવું કામ નથી. પણ એ કામ અભયકુમાર માટે અશક્ય નથી.
અભયકુમારે સુલતાને કહ્યું : “મારી વહાલી બહેન, તું જાણે છે કે મૃત્યુ એટલે શરીરનું પરિવર્તન! આપણું શરીર બદલાતું હોય છે. આત્માને કશું થતું નથી. શરીરને વિકારો હોય છે. આત્મા અવિકારી છે. આત્મા શરીરમાં રહે છે અને છતાંય અલિપ્ત છે! સંસારમાં રહીને, એનો સંગ રાખીને પણ અ-સંગ રીતે કઈ રીતે જીવવું, એ કળા ધારે તો મનુષ્ય પામી શકે. શરીરના વિકારો મોહ, અહંકાર અને આસક્તિના કારણે છે. જેને મોહ ન હોય એને કદી કોઈ ભય ન હોય. જે આત્મામાં મગ્ન હોય એની કામનાઓ અને વાસનાઓ આપમેળે શમી જતી હોય છે. જેની વાસનાઓ આપમેળે શમે છે એને સુખ-દુઃખનો મુકાબલો નથી કરવો પડતો. જે આ જ્ઞાન પામી જાય છે એ ચોરાશી લાખ યોનિના ચક્કરમાંથી છૂટી જાય છે. એ પરમ ધામમાં પહોંચી જાય છે. પછી એને અહીં આ સંસારમાં પાછા આવવાપણું રહેતું નથી. આવો જીવ સ્વયં પ્રકાશિત હોય છે. સૂર્ય, ચન્દ્ર કે અગ્નિ એને ઉજાળી શકતા નથી.
દેવી સુલતા! પુત્રોના વિરહની વેદનામાંથી તમારે સર્વપ્રથમ મુક્ત થવું પડશે. તે માટે આત્માના એકત્વનું ખૂબ ચિંતન કરવું પડશે. પછી અન્યત્વ ભાવનાની પણ અનુપ્રેક્ષા કરવી પડશે. “હું એકલી છું. મારું કોઈ નથી!' આ બે વિચારોને વાગોળવા પડશે. પછી, તમારી પાસે ભક્તિયોગ તો છે જ! પ્રભુ વીરના પ્રેમમાં તમે બધું જ ભૂલી શકો છો!
વળી, નાગ સારથિને પણ તમારે સ્વસ્થ કરવાના છે ને? એમની મનોવેદના ઘેરી છે. એ વેદના તમે જ દૂર કરી શકશો, પણ તમે સ્વસ્થ હશો તો કરી શકશો. માટે તમે સંસારમાં રહેવા છતાં સંસાર
સુલસા
૧૩૯
For Private And Personal Use Only