________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહદરનો અંત નિશ્ચિત હતો. મહોદરે હાથ ઊંચા કરી મદદની અરજ કરી. તેણે હાર કબૂલ કરી. આદિત્યે તેને જીવતદાન દીધું!
મહારાજા શ્રેણિક ઊભા થઈ આદિત્યને ભેટી પડ્યા. એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. મારી આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. મહારાજાએ મારી સામે જોઈને કહ્યું : “સુલતા! તારા આ પુત્રે આજે રંગ રાખ્યો! મારી રાજસભાની શાન વધારી!' તેમણે પોતાના ગળામાંથી હાર કાઢી આદિત્યને પહેરાવી દીધો અને કહ્યું : “સુલસા, તારા બત્રીસે બત્રીસ પુત્રોનો અભ્યાસ પૂર્ણ થશે પછી હું એમને મારા મિત્રોરૂપે મારા અંગરક્ષક બનાવીશ!”
મેં કહ્યું : “હે કૃપાવંત! અમે આપની ઇચ્છાને આધીન છીએ. આપને જે ઉચિત લાગે તે કરી શકો છો.' રાજસભાનું વિસર્જન થયું.
એક દિવસ મારા પુત્રોને ધનુર્વિદ્યા શીખવવા માટે રાજગૃહીથી ચાર કોશ દૂર જવાનું હતું. મારા બત્રીસ પુત્રો, મહારાજા શ્રેણિક અને ધનુર્વિદ્યાના ગુરુ વામદેવ-સહુ ઘોડેસવાર બની નીકળ્યા. બળબળતો તાપ માથે લઈ ભરબપોરે બે વાગે તેઓ નીકળ્યા. હણહણતા શ્વેત અશ્વો નગરના માર્ગ પર દોડવા લાગ્યા. વૈશાખી તાપથી વ્યાકુળ નગરજનો અડધો દરવાજો બંધ કરી પોતપોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા. વિશાળ રાજમાર્ગ પર એક-બે માણસો સિવાય કોઈ હરતું ફરતું દેખાતું ન હતું.
એક ભોમિયો ઘોડેસવાર આગળ દોડી રહ્યો હતો. બીજા સહુ લગામ ખેંચીને એની પાછળ અંતર રાખીને દોડતા હતા.
આદિત્યે પાછા આવ્યા પછી મને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો : “જે વનમાં અમારે જવાનું હતું તેની સીમામાં પ્રવેશતાં જ ઘોડેસવારો અગાઉ નક્કી કર્યા મુજબ ચારેય દિશામાં વહેંચાઈ ગયા. હવે અમે હાથમાં રહેલા ભાલા તેજીથી ચલાવતા હોકારા-પડકારા કરતા આખાય વનને ઘેરી લઈ દેકારો મચાવી દીધો. કોલાહલથી ગભરાઈને હરણાં ઊંચી છલાંગો મારતાં નાસભાગ કરવા લાગ્યાં.
નિશાન લેવા માટે અમે ઘાસ-આચ્છાદિત ટેકરી પરની જગ્યા પસંદ કરી. સામે સુંદર હરિયાળું મેદાન હતું. બધું ઠીકઠાક થતાં જ એક-એક
સુલાસા
૬૫
For Private And Personal Use Only