________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનેશ્વર! મેં આપના માટે ઘણું સાંભળ્યું છે. આપે ધર્મતીર્થની સ્થાપના કરી છે. આપ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું યોગક્ષેમ કરી રહ્યા છો. દેવો કરતાંય આપનું રૂપ અનંતગણું ચઢિયાતું છે! આપની વાણી સાકર-દ્રાક્ષ અને મધુ કરતાં વધુ મધુર છે.. આપ માલકૌંસ' રાગમાં ધર્મદેશના આપો છો. દરેક જીવાત્મા પોતપોતાની ભાષામાં આપનો ઉપદેશ સમજે છે! આપ પાપીમાં પાપી જીવોને પણ શરણ આપો છો...એટલે મારું મન આપના તરફ આકર્ષાયું છે.
હે પરમેશ્વર! ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી ચંદનાને આપે આપના શરણમાં લીધી! તો શું મને આપના શરણમાં નહીં લો? મારામાં દોષો છે, દુર્ગુણો છે...પરંતુ આપનું શરણ પ્રાપ્ત થતાં એ દોષો અવશ્ય નાશ પામશે..પ્રભો! ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુપુરુષો પાસેથી મેં આપના પ્રભાવો જાણ્યા છે. આપની મહાનતા જાણી...મને આપનાં પ્રત્યક્ષ દર્શન કરવાની તીવ્ર ઇચ્છા જાગી છે! હે ગુણનિધિ, મારા મનમાં ઘણા પ્રશ્નો છે...મારે એ પ્રશ્નોનાં સમાધાન પામવા છે...
આપ વત્સદેશમાં પધારો નાથ! અમારી કૌશામ્બી નગરીને પાવન કરો. મને પાવન કરો...મને મોક્ષમાર્ગ આપો.. જીવનનો ઉદ્દેશ્ય તો જ પૂરો થશે. સાચે જ વર્ધમાન! આપ જ મારા સાચા સખા છો. સખા પાસે મન ખોલવાથી હૃદય આકાશ જેવું મુક્ત, ઉદાર ને પ્રકાશમય થઈ જાય છે. જે કે વર્ધમાન એવા જ્ઞાતા દ્રષ્ટા છે કે એમની પાસે મન ખોલીને કાંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એમને જોતાં જ સવારના સૂર્યના સ્પર્શથી ફૂલની બધી પાંખડીઓ ખૂલી જાય, એમ મન ખૂલી જાય છે! હૃદયમાં ક્યાંય કંઈ છૂપું રહેતું નથી. વર્ધમાન પાસે બધી ગોપનીયતા, બધી રુંધામણ કોણ જાણે કેમ બધા અંતરાય દૂર થઈ જાય છે. માટે હે આત્મસખા! વત્સદેશમાં આવો ને આપની આ જયંતીનો સંસાર દાવાનળમાંથી ઉદ્ધાર કરો.
લિ. આપની શ્રાવિકા
જયંતી જાણે કે જયંતીનો પત્ર વાંચીને ભગવાને વૈશાલીથી વત્સદેશ તરફ વિહાર કર્યો! પ્રભુ રાજધાની કૌશામ્બીમાં પહોંચ્યા. ત્યાં નગરની બહાર “ચન્દ્રાવત રણ” ચૈત્યમાં સ્થિરતા કરી. દેવોએ સમવસરણની રચના કરી.
૮ર
સુલસી
For Private And Personal Use Only