________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશ તરફ મીટ માંડી. બીજી જ ક્ષણે અનલે પોતાના હાથની મજબૂત પકડમાં આખલાનાં શિંગડાં જ કડી લીધાં! અનલને મારવા જેમ જેમ એ પહેલવાન આખલો જોરદાર ઝીંક મારતો હતો તેમ અનલના બંને હાથની પકડ એનાં શિંગડાને જોરદાર ભીંસમાં લેતી હતી,
થોડીવાર પહેલાં લાલઘૂમ ડોળા ફાડીને ઊછળતો આખલો થાકીને હાંફતો હતો. છોકરાઓ અનલનો જયજયકાર બોલાવવા લાગ્યા. ત્યાં બાજુમાં ઊભેલા ગોવાળના હાથમાં એની રાશ પકડાવી દીધી. ગોવાળે અનલની સામે ડોળા તગતગાવ્યા ને પોતાના આખલાને લઈને ચાલ્યો ગયો. રાજસભા વિખરાઈ ગઈ. અભયકુમારને વીર યોદ્ધો મળી ગયો, અનલ!
એક દિવસ ચંપાનગરીથી એક યોદ્ધો રાજગૃહીમાં આવ્યો. એનું નામ હતું મહોદર. એણે રાજગૃહીની રાજ સભામાં પડકાર ફેંક્યો : છે કોઈ યોદ્ધા કે જે મારી સાથે ઉત્ત્વ યુદ્ધ કરી શકે? યાદ રાખે કે અજગર હરણને મરડી નાખે તેમ તેને ચપટીમાં ચોળી નાંખીશ!'
એ સમયે બ્રહ્મદત્તની સાથે મારા બત્રીસે બત્રીસ પુત્રો રાજસભામાં હાજર હતા. મારો એક પુત્ર આદિત્ય, કે જે ભીમ જેવી કાયાવાળો અને બળવાળો હતો, તેણે મહોદરના પડકારને ઝીલી લીધો! કે આદિત્ય નાનો હતો, તરુણ હતો, પરંતુ એની શરીરસંપત્તિ એવી હતી કે તે યુવાન દેખાતો હતો. તેણે પોતાનું ઉત્તરીય વસ્ત્ર કમર ઉપર કચકચાવીને બાંધ્યું. એનું શરીર ભરતીના સમુદ્રની જેમ ફૂલવા લાગ્યું.
બંને વચ્ચે નું યુદ્ધ શરૂ થયું. રાજસભા દ્વન્દુ યુદ્ધના અખાડામાં ફેરવાઈ ગઈ. મને અગ્નિજિત ઘરે બોલાવવા આવેલો. હું અને સારથિ બંને રાજસભામાં પહોંચી ગયેલાં. મહોદરે દાંત કચકચાવીને ભૂખ્યા વરુની જેમ આદિત્ય પર છલાંગ મારી, પણ વિશાળ સમુદ્ર પર ચડવાનો પ્રયત્ન કરતી નાવડીને એક મોજું પાછળ ફેંકી દે. તેમ આદિત્યે તેને સહેજ વારમાં ફેંકી દીધો. એણે પેતરો બદલ્યો. એ આદિત્યની આસપાસ ઘૂમવા લાગ્યો. એને ઉશ્કેરવા માટે તાલ દેવા લાગ્યો. પણ થોડીવારમાં જ મહોદરને આદિત્ય પોતાની જાંધ વચ્ચે દબાવી દીધો. પોતાના સશક્ત હાથનો ફાંસો બનાવી એમાં મહોદરના ગળાને ઘૂંટાવી દેવાની શરૂઆત કરી. શ્વાસ રુંધાતાં મહોદર આંખો ચડાવવા લાગ્યો. એ “બાહુકંટક દાવ' હતો. આ પકડમાં
૬૪
સુલસી
For Private And Personal Use Only