________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે દેવેશ, શ્રદ્ધા એટલે કાંટાળા જીવનની હરિયાળી! દરેકને પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. જેને પોતાના દિવ્ય સ્વરૂપ પર શ્રદ્ધા નથી એ પોતાનું કે જગતનું શું ભલું કરી શકવાનો?'
ઠીક છે મુનિવર, હું જાણું છું કે તમે કામવાસનાને નાથવા માટે, કામવિજેતા બનવા માટે ઘોર, ઉગ્ર અને વીર તપશ્ચર્યા કરવાના છો. કરો
કોઈ ગિરિકંદરાના જળસ્રોતની જેમ કાળસ્રોતનો પ્રવાહ પણ વેગે વહી જતો હતો. મુનિ બનેલા નંદીષણ આજે ન ઓળખાય એવા વેશમાં, સ્વાધ્યાયમાં રત બની ગયા હતા. હવે એ ઊર્મિઓનાં તોફાન ન હતાં. એ જૂનાપુરાણાં મનોમંથનો ન હતાં, નિત્ય રાગ-દ્વેષ અને નવી નવી લાલસાઓની ફેરફુદરડીઓ ન હતી. સુકોમળ અને શુષ્ક, સારું અને નરસું, પ્રિય અને અપ્રિય, ઇષ્ટ અને અનિષ્ટ આ બધી દુવિધાની દુનિયામાંથી તેઓ બહાર નીકળી ગયા હતા.
તપ, સ્વાધ્યાય, સંયમ અને ગુરુજનોની સેવાને જ એમણે જીવનનું ધ્રુવ બનાવી લીધું હતું. સંયમની નવ વાડો અને સાધુતાના દશ ગુણો એમણે મેળવી લીધા હતા. મનથી માયાને પૂરેપૂરી અળગી કરી દીધી હતી, કાયાના કુંભને ઉગ્ર તપન નિભાડામાં પકવીને નિર્મળ બનાવી હતી. આકાંક્ષા અને ઉત્સુકતાના સ્થાને શાન્તિ અને સંયમનો આનંદ વરસી રહ્યો હતો.
કામનું ઔષધ કામ છે”, આ ગુરુવાણી સાંભળીને નંદીષેણ મુનિ, એક ક્ષણ પણ મન અને તનને નવરાં પડવા દેતા ન હતા. નિત્ય ક્રિયાઓ, ગુરુજન સેવા, તપ, સ્વાધ્યાય અને તત્ત્વચિંતનમાં અહર્નિશ મસ્ત રહેતા. એમના મુખ પર અહર્નિશ સંતોષની છાયા ઝળહળતી રહેતી. મનની સિતાર અલૌકિક સૂરે ગુંજ્યા કરતી.
કામવાસનાના વાવંટોળથી તેઓ દૂર દૂર ચાલ્યા જતા. રંગ, રસ ને રૂપભરી દુનિયામાં તેઓ શાન્ત અને સ્થિર હતા. મહામેની ઝડીઓ અને વાયુદેવના તાંડવની વચ્ચે હિમગિરિ જેમ શાન્ત ને સ્વસ્થ ઊભો રહે તેમ મુનિ શાન્ત અને સ્વસ્થ હતા. પણ એ શાન્તિનો નાશ કરવાનો મહાનિર્ણય જાણે વિધિએ કર્યો હોય તેમ તેમના શરીરમાં કામવાસનાની નાગણ ફણા ઊંચી કરી. તેમના દેહમાં, કામાગ્નિ પ્રગટ્યો..અને મુનિરાજે ઘોર તપશ્ચર્યા શરૂ કરી. બે-બે ઉપવાસ, ત્રણ-ત્રણ ઉપવાસ, ચાર-ચાર ઉપવાસ. આઠ
૭૦
સુલાસા
For Private And Personal Use Only