________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગૃહીમાં પ્રભુએ આ વાતો ક્યારેય સમવસરણમાં કહી ન હતી.
પ્રભુએ કહ્યું : “હે ગૌતમ, જ્યારે હું દેવાનંદાની કુખે ગર્ભરૂપે આવ્યો ત્યારે તે અલ્પનિદ્રામાં હતી. ગાઢ નિદ્રા ન હતી, જાગતી પણ ન હતી. ત્યારે એણે ક્રમશઃ ચૌદ મહાસ્વપ્નો જોયાં હતાં! હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, માલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ન જોઈને દેવાનંદા જાગી જાય છે. જોયેલાં સ્વપ્નોને ક્રમશઃ યાદ કરી લે છે. ધર્મધ્યાન કરે છે. પ્રભાતે ઋષભદત્તની. પાસે જઈને વિનયપૂર્વક ચૌદ સ્વપ્નો કહી સંભળાવે છે.
સ્વપ્નો સાંભળીને ઋષભદત્ત દેવાનંદાને કહે છે : “હે દેવાનુપ્રિય, તેં ઉદાર સ્વપ્નો જોયાં છે. કલ્યાણરૂપ અને મંગલમય સ્વપ્નો જોયાં છે. ધન્ય અને શિવરૂપ સ્વપ્નો જોયાં છે. આ સ્વપ્નો આરોગ્યદાયક અને કલ્યાણકારી છે. હે દેવાનુપ્રિય! આ સ્વપ્નોનું વિશેષ ફળ સાંભળ. આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. ભોગસુખની અને પુત્રસુખની પ્રાપ્તિ થશે. નવ મહિના અને સાડા સાત દિન-રાત વ્યતીત થશે ત્યારે તે પુત્રને જન્મ આપીશ.
એ પુત્રના હાથ-પગ સકુમાર હશે. શરીર અને પાંચેય ઇન્દ્રિયો સંપૂર્ણ હશે. શરીર શ્રેષ્ઠ લક્ષણોવાળું હશે. સર્વાંગસુંદર અંગોવાળો પુત્ર હશે. ચન્દ્ર સમાન સૌમ્ય હશે, અને સર્વજનપ્રિય હશે.
જ્યારે આપણો પુત્ર યૌવનમાં પ્રવેશ કરશે ત્યારે તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં પારંગત બનશે. સર્વ શાસ્ત્રોનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરશે. શાસ્ત્રોના રહસ્યને જાણશે. કાપિલીય શાસ્ત્રમાં, સાંખ્યશાસ્ત્રમાં, ગણિતશાસ્ત્રમાં, આચારગ્રંથોમાં, વ્યાકરણશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજાં બ્રાહ્મણશાસ્ત્રોમાં પંડિત થશે.
વસંતસેના આ વૃત્તાન્ત સંભળાવતાં હર્ષવિભોર બની. હું પણ હર્ષ અને આશ્ચર્યના ભાવોમાં ડૂબકીઓ મારવા લાગી. વસંતસેનાએ કહ્યું : “માતા દેવાનંદા હર્ષાતિરેકથી આંસુ વહાવી રહ્યાં હતાં.” આ પ્રભુ મારી કૂખમાં ખ્યાશી દિવસ રહ્યા હતા, આ વાત દેવાનંદાના સંવેદનતંત્રને હચમચાવી રહી હતી...
ભગવંતે કહ્યું : “ગૌતમ! આ માતાના ઉદરમાં રહે મને ૮૨ દિવસ પૂરા થયા ત્યારે સૌધર્મ દેવલોકમાં દેવેન્દ્રનું સિંહાસન હલી ઊઠ્યું. તરત જ અવધિજ્ઞાનથી ઇન્દ્ર અને દેવાનંદાની કુક્ષિમાં જોયો. તેણે વિચાર્યું.
૫૪
સલસા
For Private And Personal Use Only