________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NR.
Reટર
વસંત ઋતુ વસંત એટલે વર્ષાઋતુના અંતિમ ઇન્દ્રધનુષ્યનું પૃથ્વી પર પડેલું પ્રતિબિંબ! વસંત એટલે અનેક પ્રકારનાં પક્ષીઓ સપ્તસ્વરના પાવા લઈને જાણે પૃથ્વી પર અવતરેલા સપ્તર્ષિઓ! વસંત એટલે નટખટ વર્ષાઋતુએ પોતાની ધારાની અસંખ્ય આંગળીઓથી કરેલી ગુદગુદી જેવી પૃથ્વીરૂપી બાળકના ગાલમાં પડેલા ખંજન! યૌવનમાં પદાર્પણ કરતા તરુણ હૈયાને વસંતનું સદાય આકર્ષણ હોય છે...
હું હવેલીની અટારીએ ઊભી હતી. મંદમંદ પવનની લહર, મને સરયુનું કલકલ સંગીત સંભળાવતી હતી. આખું નગર ધીરે ધીરે આળસ મરડી રહ્યું હતું. ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર સંભળાતો હતો. પક્ષીઓ કિલકિલાટ કરતાં હતાં. એટલામાં પૂર્વદિશા ઝળહળી ઊઠી. સૂર્યદેવ પૂર્વની ક્ષિતિજે હળવે હળવે આગમન કરતા હતા. એમના સ્પર્શ માત્રથી તમામ વસ્તુઓમાં ચેતનાનો સંચાર થયો. મારા દેહમાં પણ એક મીઠી ધ્રુજારી ફરી વળી...મારી સ્મૃતિમાં પ્રભુ વીર ઊભરાઈ આવ્યા.
મને ખબર ન હતી કે મારી પાછળ આવીને સારથિ ઊભા રહી ગયા હતા! મેં આંખો મીંચી. ક્ષણભર પ્રભુની સ્મૃતિ કરી, સ્મરણ કર્યું. હું હાથ જોડી મનોમન પ્રભુની સ્તુતિ કરવા લાગી. પૂર્વ દિશાથી જાણે એક કાંતિમાન, તેજસ્વી, દેદીપ્યમાન પુરુષ પધારી રહ્યા હતા! તેમની આંખોમાં કરુણાની ઝળહળતી લહેર લહેરાતી હતી. એમના તેજસ્વી રૂપની આભા ચોતરફ પ્રસરેલી હતી. જાણે મારી શરીરરૂપી જ્યોતિનો એ દેદીપ્યમાન પુરુષે સ્પર્શ કર્યો.જ્યોત થરથરી. એ દિવ્ય પુરુષ જ્યોતિને ભેદીને સામે પાર નીકળી ગયા..
મારાં રોમેરોમ ઝણહણતાં હતાં. ધીમે ધીમે હું ચેતન ગતમાં પાછી આવી રહી હતી. આંખ સામે તેનાં વલયો ઘૂમતાં હતાં. હું નીચે બેસી ગઈ. મારી પીઠ પર કોઈએ હાથ મૂક્યો. મેં પાછળ જોયું તો મારા પતિ
પ૮
સલસા
For Private And Personal Use Only