________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયદર્શનાના ફાટફાટ કરતા યૌવન પર વૈરાગનો શ્વેત રંગ પથરાઈ ગયો હતો. એણે માનવજીવનને ઝાકળબિંદુ જેવું જાણી લીધું! ઝાકળબિંદુ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે, એની કોને ખબર છે? માનવીનું પણ તેમ જ છે. એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ કોણ જાણે છે?
આ ઝાકળબિંદુ કોઈનો પ્રકાશ લઈને ચમકે છે ત્યારે એવું લાગે છે કે જાણે પ્રત્યેક ઝાકળબિંદુ એક નાનકડો સ્વતંત્ર સૂર્ય છે! આ ચમકતાં ઝાકળબિંદુ પવનની જેમ મંદમંદ ડોલે છે. એની પાસે રહેલાં પ્રકાશકિરણો પોતાનામાંથી બહાર ફેંકે છે. આ દ્રશ્ય જોનારને આનંદનો અનુભવ થાય છે. પરંતુ પવન સહેજ જોરમાં વાય છે કે આ પ્રસન્ન ઝાકળબિંદુ અસંખ્ય ટુકડા બનીને નીચે માટીમાં વિખરાઈ જાય છે, ચૂપચાપ! આક્રોશ કર્યા વિના! માનવીનું પણ આવું જ છે ને! માનવીનાં અસંખ્ય રૂપ છે. એ સૌ પોતાનાં જીવન જીવે છે. સુખની ક્ષણે આનંદથી ડોલી ઊઠે છે...અને મૃત્યુનો પગરવ સંભળાય કે તરત ચૂપચાપ તેને આધીન થઈ જાય છે. અનંતકાળથી આમ ચાલ્યા કરે છે. જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે તે પ્રભુને સમર્પણ કરી દે તો જન્મ-મૃત્યુ મટી જાય! ખરેખર, પ્રિયદર્શના અને જમાલિએ શ્રેષ્ઠ નિર્ણય લીધો.
જમાલિ! આત્મતેજથી ચમકતો જમાલિ! સૌને મહી લેનારો જમાલિ! પોતાના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે ઓળખી જનારો જમાલિ! જ્યારે માતા-પિતાની આજ્ઞા લઈને આવ્યો ત્યારે એની સાથે એના પાંચસો ક્ષત્રિય મિત્રો હતા! “જો જમાલિ ત્યાગી-વૈરાગી બને તો અમારે પણ ત્યાગી-વૈરાગી જ બનવાનું! એ સંસાર ત્યાગે તો અમારે પણ સંસારનો ત્યાગ કરવાનો! આવા હતા જમાલિના મિત્રો! જમાલિની આંખો અત્યંત શાંત અને નિશ્ચલ હતી. કોઈ અજ્ઞાત અને અપૂર્વ તેજ એના ગૌર ચહેરા પર અવિરત વરસી રહ્યું હતું. એની વાણી કોઈ ગૂઢ અને શાશ્વત સત્યની પ્રતીતિ કરાવતી હતી.
પાંચસો ક્ષત્રિય મિત્રો સાથે એ પ્રભુની સામે દીક્ષા લેવા ઉપસ્થિત થયો. એ વખતે પ્રિયદર્શન પણ એક હજાર ક્ષત્રિય કન્યાઓ સાથે સમવસરણમાં આવી પહોંચી! પ્રિયદર્શનાની સાથે એ હજાર કન્યાઓ દીક્ષા લેવા તત્પર બની હતી. મહારાજ નંદિવર્ધને જમાલિ અને પ્રિયદર્શનાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં. મારા બત્રીસે બત્રીસ પુત્રો વિસ્મિત નેત્રોથી અને એકાગ્ર ચિત્તથી આ
સુલાસા
૬૧
For Private And Personal Use Only