________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વાત ગમી ને? સાચી છે ને?' વસંતસેના ખડખડાટ હસી પડી, સુલસાને ભેટી પડી. સલસા આનંદથી નાચી ઊઠી.
આજે રાજસભામાં મેઘકુમારનો રાજ્યાભિષેક થવાનો છે. એ મહોત્સવ જોવા મારું મન તલસી રહ્યું છે. જોકે ગર્ભાવસ્થામાં, ત્યાં રાજસભામાં જઈને બેસવું... મારા માટે મુશ્કેલ હતું. છતાં મેં વસંતસેના સાથે રાજસભામાં જવાનો નિર્ણય કર્યો. મહારાણી ધારિણીને સમાચાર પણ કહેવરાવી દીધા!
હું સગર્ભા થઈ ત્યારે મહારાણી ધારિણીએ મને ભેટ આપેલી લીલી અતલસની સાડી મેં જતનથી જાળવી હતી તે કાઢીને પહેરી, વસંતસેનાએ મને શણગારી. મારા પતિ રથને અશ્વો જોડીને ઊભા જ હતા. હું અને વસંતસેના ધીરેથી રથમાં ચઢ્યાં...એમણે ચઢવામાં મને સહાય કરી, અને રથને રાજમહેલ તરફ હંકારી મૂક્યો.
રાજમહેલમાં નગારાં વાગ્યાં. રાષ્ટ્રધ્વજ શ્વેત રાજમહેલના શિખર પર ગર્વથી ફરકતો હતો. સભાગૃહનો કક્ષ આમંત્રિતોથી અને સન્માન્ય વ્યક્તિઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. હું અને વસંતસેના અંતેપુરમાં પહોંચ્યાં. મને જોઈને રાણી નંદાદેવી અને રાણી ધારિણી ખૂબ રાજી થયાં. એ બંનેએ મારા બે હાથ પકડ્યા અને ધીરે ધીરે રાજસભામાં, જ્યાં રાણીઓને બેસવાનું હતું ત્યાં લઈ ગયાં. મને રાણીઓએ પાસે બેસાડી. વસંતસેના મારી પાછળ ઊભી રહી ગઈ.
સભાગૃહના મધ્યભાગમાં પૂર્વ દિશાભિમુખ નવ હાથ ઊંચું ભવ્ય રાજસિંહાસન મસ્ત હાથીની જેમ શોભતું હતું. કેટલું પ્રાચીન! એ સિંહાસન પર કોણ બેસનાર હતું? આ સિંહાસન પર બેસનાર સૌપ્રથમ પરાક્રમી રાજા કોણ હશે? સંપૂર્ણ સુવર્ણથી મઢેલા આ સિંહાસનને શોભાવનારા અનેક શક્તિશાળી રાજાઓ કાળના ઉદરમાં સમાઈ ગયા હતા, તો પણ આ સિંહાસન પર પ્રત્યેક રાજાના કાર્યની ઊંડી અને સ્પષ્ટ છાપ અંકિત થયેલી હતી. એના ઉન્નત શૌર્યના જીવંત સાક્ષી સમું આ સિંહાસન હતું. સિહાસનના હાથા પર ખુલ્લું મોં કરીને બેઠેલા સિંહની આકૃતિ કંડારેલી હતી. પાછળની બેઠક ખાસ્સી છ-સાત હાથ જેટલી ઊંચી હતી. આખા સિંહાસન પર જાસવંતી ફૂલની કેસરી દાંડી જેવું સુંદર મરોડદાર નકશીકામ કોતરેલું હતું.
સુલતા
For Private And Personal Use Only