________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. અમે રાજગૃહીમાં આવ્યાં અને તે જ દિવસે માએ જીવન સંકેલી લીધું હતું. રાજગૃહીના વૈભારગિરિ પર મારું અને નાગ સારથિનું પ્રથમ મિલન થયું હતું. મને જાણે કે જનમજનમનો સાથી મળી ગયો હતો. પરાક્રમી, સ્વરૂપવાન, નિરહંકારી અને પ્રેમાળ! એમના સહવાસથી મારા જીવનમાં વસંત મહોરી હતી. માતૃત્વ એ સ્ત્રીને નિસર્ગે દીધેલું સર્વશ્રેષ્ઠ વરદાન છે! પરાક્રમનું માતૃત્વ પુરુષો પાસે હોય છે, પરંતુ માતૃત્વનું પરાક્રમ ફક્ત સ્ત્રી જ કરી જાણે છે. માતૃત્વ એ સ્ત્રીની સૌથી શ્રેષ્ઠ અને સુંદર સાધના છે. માતૃત્વનો આનંદ સહજસાધ્ય નથી, એ માટે સ્ત્રીને મૃત્યુ જેવી પ્રસવવેદના સહેવી પડે છે! પ્રસવવેદનાની ભઠ્ઠીમાં તપીને બહાર આવે છે માતૃત્વનું સોનું
હું મારા શયનગૃહમાં એકલી જ પલંગ પર પડી હતી, ત્યાં મારી સખી વસંતસેના આવી પહોંચી. મારા પલંગ પાસે પડેલા ભદ્રાસન પર બેસીને, એ મારા તરફ ટગર-ટગર જોવા લાગી. એની આંખોમાં તોફાન હતું. તેના મુખ પર મલકાટ હતો. મેં એને પૂછયું :
આજે તું ખૂબ આનંદમાં કેમ છે?' તને જોઈને!' એવું શું જોયું મારામાં? મને તો તું રોજ જુએ છે!'
પણ આજે મને તારું રૂપ અભુત લાગે છે! બત્રીસ-બત્રીસ ગર્ભસ્થ શિશુઓનો પુણ્યપ્રભાવ તારા શરીરના એક-એક અંગ ઉપાંગમાં મને દૃષ્ટિગોચર થાય છે. તેને સંભળાવું? સાંભળ!
મોટા ચામર જેવા ભરાવદાર કેશપાશમાં જે ચિત્રવિચિત્ર પુષ્પોની રચના થઈ છે, તેની આગળ મોરનાં પીંછાં તુચ્છ લાગે છે!
સુલતા! તું ખરેખર કામદેવની રાજધાની જેવી શોભે છે! તારી નાસિકા દંડ છે, તિલક કુંભ છે, ભ્રકુટિ ઝાલર છે અને લલાટ છત્ર છે!
તારા કાને જે કમલાકાર કુંડળો લટકે છે, તે કાનની શોભાથી લજ્જિત થઈને આસો માસના હિંડોળા જુદાજુદા વનનાં વૃક્ષોની ડાળીઓ ઉપર બંધાઈ રહ્યા છે!
તારાં નેત્રોની શોભાથી પરાભવ પામીને બિચારી હરણીને વનવાસમાં જવું પડ્યું છે અને નીલકમલને બિચારાને કાળું મુખ કરી જ લાશયનો આશ્રય લેવો પડ્યો છે!
૩૨.
સુલતા
For Private And Personal Use Only