________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમને પામીને બની હું બડભાગી બંધ હોઠે ને અકબંધ હૈયે હું ગાયા કરું..
હું તો પલપલ ચાહી રહી! ક્યારેક હું મારી સખી વસંતસેનાને હસતાં હસતાં કહું છું : બ્રાહ્મણે તો જોષ જોઈને કહ્યું છે કે મહાવીર સાથે મારી કુંડળી મળે છે. તો મહાવીર મને ફળતા કેમ નથી?' વસંતસેનાએ કહ્યું : “બે કાગળના ટુકડા પરના આંકડા મળે એથી શું થયું? તું મહાવીરમાં સમાઈ જા! તારી કુંડળીના ગ્રહો પણ મહાવીરમાં સમાઈ જશે. મહાવીરનું તેજ તારા તેજમાં ઉમેરાશે!”
- જિન આંખન મેં તવ રૂપ બચ્યો
તિન આંખન સે અબ દેખિયે ક્યા? પ્રભો! જે આંખમાં તારું રૂપ વસે, એ આંખથી બીજું કંઈ કઈ રીતે જોવાય? જે નેત્રમાં મહાવીરનાં દર્શન અંજાયાં, એ નેત્રથી બીજું કંઈ જોઈ ન શકાય. મહાવીર મારા પ્રિયતમ પ્રભુ છે. ક્ષણે ક્ષણે હું એમનું જીવનસાંનિધ્ય અનુભવું છું.”
સુલતાના ઉદ્દગારમાં એના હૃદયની આરજૂ, વિરહનો તલસાટ, મિલનની તૃપ્તિ, આસક્તિમય ભક્તિ, મહાવીર વિનાની લાચારી, મહાવીર સાથેની ખુમારી...અને પ્રેમનો છડેચોક એકરાર! એ એકરાર ન કરે ત્યાં સુધી કરાર ન વળે. મહાવીર એટલે નર્યો પ્રેમ, માધુર્ય અને અદ્વિતીય સૌન્દર્યનું સ્વરૂપ! પ્રેમ એટલે પ્રારંભમાં વૈત અને અંતમાં અદ્વૈત.
મહાવીરે ગોશાલક, ગોવાળ, પૂતના-રાક્ષસી અને સંગમદેવને પણ સમતાથી સહ્યા, સાથે સાથે ચંદના, મૃગાવતી... અને દુર્ગધાને પણ સ્વીકારી. જીવનનાં બધાં ફૂલ અને બધા કાંટા મહાવીરે અનાસક્ત ભાવે સ્વીકાર્યા.
સુલસાના મનમાં વારેવારે તલસાટ જાગે છે કે મહાવીર મારા ઘરે આવે! તે પ્રભુને કહે છે -
હળવે હળવે હળવે વીરજી
મારે મંદિર આવો રે...
સુલસા
૨૩
For Private And Personal Use Only