________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મારે એક જ શ્રેષ્ઠ પુત્ર જોઈએ. માટે ૩૨ ગોળીઓ એક સાથે જ ખાઈ જાઉં!' તે ખાઈ ગઈ...અને એના પેટમાં બત્રીસ ગર્ભ ઉત્પન્ન થયા!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસના હાથમાં આમ તો કંઈ નથી. આપણો જન્મ કર્મદત્ત છે ને જીવન પણ કર્મદત્ત છે! સુલસાનું ધાર્યું ન થયું. દેવદત્તના વરદાન મુજબ એના પેટમાં ૩૨ ગર્ભ ઉત્પન્ન થયા. દિન-પ્રતિદિન ગર્ભોની વૃદ્ધિ થતી રહી. ગર્ભ મોટા થતા ગયા. સુલસાની પીડા વધવા લાગી. એક પેટમાં ૩૨ ગર્ભ! અસહ્ય પીડા ઉપડી ત્યારે તેણે હરિણગમૈષી દૈવને યાદ કર્યા : ‘હે દેવેન્દ્રના સેનાપતિ, તમે વિના વિલંબે આવો અને મારી પીડા દૂર કરો.' સુલસા કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્થિર બનીને ઊભી રહી. કાયોત્સર્ગના પ્રભાવથી દેવ તરત જ પ્રત્યક્ષ થયા. પૂછ્યું: ‘હે શ્રેષ્ઠ શ્રાવિકા! મને શા માટે યાદ કર્યો?
‘પ્રભો! મેં ભૂલ કરી. આપના કહ્યા મુજબ ક્રમશઃ ગુટિકા ન ગળી, એકસાથે બત્રીસે ગુટિકા ગળી ગઈ...'
‘અરે ભોળી શ્રાવિકા! તેં આ શું કર્યું? અવિચારી કામ કર્યું. ખેર, તને બત્રીસ પુત્રો તો થશે જ, પરંતુ તે સહુનું આયુષ્ય સમાન હશે. એકનું મૃત્યુ એટલે બધાનું મૃત્યું! જો તેં મારા કહ્યા મુજબ ક્રમશઃ ગોળીઓ લીધી હોત તો તને ભિન્ન-ભિન્ન પ્રકારના આયુષ્યવાળા, પરાક્રમી અને વિદ્વાન પુત્રો થાત!'
સુલસાએ દેવની વાણી શાન્તિથી સાંભળી અને કહ્યું :
‘હે દેવરાજ! જીવે સ્વયં જેવા પ્રકારનું કર્મ બાંધ્યું હોય, તેને તેવા પ્રકારે જ ભોગવવું પડે છે, એમ પ્રભુ વીરે કહ્યું છે. સંસારી જીવ, મગના સૂક્ષ્મ દાણામાં છૂપાઈ જાય તો પણ કરેલાં કર્મોથી છુટકારો થતો નથી.
સુલસા
જો એમ ન હોત તો સરોવરના મધ્યભાગમાં રહેલા એક સ્તંભવાળા મહેલમાં રહેલા પરીક્ષિત રાજાનું મૃત્યુ ન થાત! જે વાત બનવાની હોય છે તે બનીને જ રહે છે. મનુષ્યોની જેવી ભવિતવ્યતા હોય છે, તેને તેવી જ બુદ્ધિ સૂઝે છે...અને તેવા પ્રકારની સહાય આદિ મળે છે. હે દેવ! જો એમ ન માનીએ તો ધર્મરાજ યુધિષ્ઠિરને દ્યુત રમવાનું ક્યાંથી સૂઝત
For Private And Personal Use Only
૨૧