________________
આરીકાઇથી જોતાં જણાશે કે એક જ મુખ્ય તત્ત્વ પર એ બધા નમસ્કાર છે, અને તે ચારિત્ર, વિતિ. પાંચે દેશમાં જે નામેાને લઈ નમસ્કાર કરાયેલે છે તે નામેામાં-તે શ′માં તે જ તત્ત્વ મુખ્યતયા ઝળકે છે. આહુત-આરએને હુશુનાર. સિદ્ધ-અકમકતાની પૂર્ણતાને પ્રાસ, આચાર્ય-આચારપ્રવશુ. ઉપાધ્યાય-આત્મિક અધ્યયન, જે વીતરાગતાની દિશામાં લઈ જાય, કરનાર-કરાવનાર, અને સાધુ-આત્મસાધક, આ બધામાં જોઈ શકાય છે કે ચારિત્ર યા વિરતિનું જ મુખ્ય તત્ત્વ ઝળકી રહ્યું છે. વસ્તુતઃ નમસ્કાર-સૂત્રમાં ગુણીના નિર્દેશ છતાં એએના એ મહાન ગુણુને જ મુખ્ય નમસ્કાર છે. મુખ્યતયા એ જ ગુરુ ઉપર તેઓ જે કહેવાય છે તે છે. સાધકના અભ્યાસ કર્રવિદ્વારણ માટે છેવીતરાગતા મેળવવા માટે છે. કેવલજ્ઞાન તે આત્માનું સ્વરૂપ હાઈ તેમાં છે જ, એને કૉંઇ ઉત્પન્ન કરવુ પડતુ નથી. પણ એને આવરનારાં આવરણેાને હઠાવવાં એ જ પુરુષાર્થનું મહત્તમ ક્ષેત્ર છે. એટલે નમસ્કાર-સૂત્રમાં એ પુરુષ ને અને એની સફલતાને જ નમસ્કાર છે એમ સમજવુ વધારે રૂહુ' અને અર્થપૂર્ણ છે.
સિધ્ધ સિવાય પરમેષ્ઠીએ સાધુ છે. અર્હત્ સાધનાની પૂર્ણ સલતાએ-સાધુતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે માટે, અને શેષ ત્રણ સાધન ની હાલતમાં છે માટે સાધુ છે. સાધુતાની વિશિષ્ટ કે પૂર્ણ સ્થિતિ ઉપર આવતાં કઈ કઈ સાધુ મટી જાય નહુિ,
$5
આ પાંચ પરમેષ્ઠીએ સાથે એમના ગુથે-દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને મેળવીએ તે નવપદ થાય. ચારિત્રમાં તપ સમાઈ જ જાચ છે. દન, જ્ઞાન અને ચારિત્ર એમ “ રત્નત્રય ”( ગુણેનુંત્રિક )જ પ્રસિદ્ધ છે. સચર્શન-જ્ઞાન-પારિવાળિ મોક્ષમાર્ગ " એ મહાન શ્રુતધર ‘ ઉમાસ્વાતિ ’નું સૂત્ર મેાક્ષના મારૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સાધનત્રય બતાવતુ' જાણીતુ છે. દેવાલયમાં ભક્ત જનાના તરફથી ચાખાના સ્વસ્તિક સાથે ( સ્વસ્તિકની ઉપર દર્શન-જ્ઞાન–ચારિત્રના સૂચનરૂપ ચાખાની ત્રણ ઢગલી કરાય છે. આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણની જ સપ્થા પ્રસિદ્ધ છે, વ્યાપક છે અને પરિપૂર્ણ છે. આમ, વસ્તુતઃ તપ ચાર્ટરત્રમાં અન્તર્ગત છે. એમ છતાં, તપને ચારિત્રમાંથી જુદું પાડી દશનાદિ ગુણ્ણાની સંખ્યા ચાર કરી પાંચ પરમેષ્ઠીએ સાથે મેળવી નવ પદ્માનો ચેાજના જે કરાઇ છે તે સાભિપ્રાય છે. સામાન્ય અને સાધારણ દષ્ટિની સામે તપ પદાર્થ અને ચારિત્ર પદાર્થ કઇંક ભિન્નરૂપે તરવરે છે, છતાં તપ ( ખાદ્ય તપશ્ચરણુ પણ ) વસ્તુતઃ ચારિત્રના જ એક ભાગ છે, ચારિત્રની જ એક વિશેષ સાધના છે. એમ છતાં, તપ બાહ્યતપની દ્રષ્ટિએ પેાતાનું એક સ્થાન રાખે છે.
Aho! Shrutgyanam