________________
પ્રવેશદ્ગાર
જીવનનાં આ આઠ સૂત્રે સર્વજનમાન્ય છે એ તે ઉઘાડું જ છે. છેલ્લું સૂત્ર સંઘટન (સંગઠન) તેની પણ કેટલી ઉપયોગિતા અને આવશ્યકતા છે એ જગના કેઈ પણ મુલાકને સમજાવવું પડે તેમ નથી. આમ છતાં, આ ઉપયોગી તત્વ ( સંગઠન-બળ) ધામિક અને કેમ ભેદની સકુચિત દષ્ટિએને લીધે જામવા પામતું નથી અગર જામવા જતાં વીખરાઈ જાય છે, એ ખરે જ દિલગીરીની વાત છે. એ સંકુચિત દષ્ટિઓને દૂર કરવા બાબત “સંઘટન ' સૂત્રના વિવેચનમાં કહેવામાં આવ્યું છે. કોઈ પણ સમજુ માણસ જરા સ્વસ્થપણે વિચાર કરે તે બરાબર સમજી જાય કે –
સાય, સેવા અને સંયમ એ મનુષ્યધર્મ છે. એને મુખ્ય સ્થાન આપી અને સાંપ્રદાયિક રિવાજને ગૌણ પદે (સ્વસ્થાન પૂરતા) રાખી સમસ્ત પ્રજામાં સંગઠન-બળ ઊપજાવવાની જરૂર છે. ધર્મ, સંપ્રદાયની અન્ધપૂજામાં નથી, પણ ધર્મનાં ઉપર્યુક્ત અસલી તને જીવનમાં ઉતારવામાં છે. ઈશ્વર એક, પછી ધામ નખા નોખા કેમ હોઈ શકે ? રૂઢિઓ, રીતરિવાજો અને દાર્શનિક વિચારે જુદા હેઈ શકે, અને હાય જ, પણ ધર્મ જે જીવનસાધનની વસ્તુ છે, એથી ભિન્ન વસ્તુ છે, અને તે માનવજાતને સારુ એક જ છે. રીતરિવાજો તેમજ બાહ્ય ઉપકરણે, વિધિવિધાન અને દાર્શનિક વિચારને ધર્મ સમજી લીધા માંથી જ આ બધી ધામિક સંકુચિત દષ્ટ ઉત્પન્ન થઈ છે, કે જે આજ સુધી ધમનીમે લોકેને લડાવી મારવાનું જ ક મ બજાવ્યું છે. પણ હવે લેકે સમજી લે કે રીત રિવાજો, વિધિવિધાને અને દાર્શનિક વિચારો ભિન્નભિન્ન હોય (ભિન્ન ભિન્ન હોય જ ) તે એમાં કંઈ જ વાંધા જેવું નથી; પણ એ પોતે ધર્મ નથી, પણ એને સાધન તરીકે ઉપમ કરીને જીવનશોધનને જે અભ્યાસ કરવો તે ધર્મ છે. તપેલી, કડછી, ચમચા, સાણસા વગેરે કંઈ રસેઈ નથી, પણ એ રસોઈ બનાવવાના કામમાં ઉપયોગી થનારાં સાધન છે, તેમ, રીતરિવાજો કે વિધિવિધાનો એ કંઈ
Ahol Shrutgyanam