Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ્રારંભિક કાર્ય વિનેય મુનિ સૌમ્યચંદ્ર સાગરે તથા મુનિ વિવેકચંદ્ર સાગરે પૂજ્યશ્રીની નિશ્રામાં બેસી શરુ કર્યું પણ સમયના અભાવે આગળ ન વધ્યું. સાબરમતીમાં મુનિ પૂર્ણચંદ્રસાગર મ. સાથે પણ આ અંગે વિચારણા થયેલ. - સં. ૨૦૫૬નું આગમતીર્થ સમા સૂરત શહેર જ્યાં પૂ. આગમોધ્ધારકશ્રીએ અગ્યાર ચાર્તુમાસ કરી સુરતના પ્રત્યેકપરમાણુને આગમમય બનાવી દીધેલ જયાં પવિત્ર આગમમંદિર જૈનાનંદ પુસ્તક ભંડાર, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ, શ્રી જૈન તત્વબોધ પાઠશાળા, શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોધ્ધારક ફંડ આદિ વિશાળ જ્ઞાન પરબો જ્ઞાન તૃષાતુરોને પરમ તૃપ્તિનું કારણ બની છે જેનો પ્રભાવ આજે પણ વાડીનાં ઉપાશ્રયમાં પ્રવચનકારો શ્રોતાઓની સૂઝ બૂજ દ્વારા અનુભવી રહ્યા છે. આ સુરત શહેરનાં કૈલાસનગર શ્રી સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ થયું.
પાલીતાણા જંબૂદ્વીપ ચાતુર્માસની એ અધૂરી ભાવના આપોઆપ ફૂરી આથી અંતરમાં એક પ્રકારના માત્ર અનુભવી શકાય પણ લખી ન શકાય તેવા નાદનું પ્રગટીકરણ થયું અને પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની પરમ કૃપાથી સિદ્ધચક્ર માસિકના તમામ અંકોનાં પુનર્મુદ્રણનાં ?' સંકલ્પનો સાક્ષાત્કાર થયો સહવર્તીમુનિઓ સાથે વિચારણ થઈ. પરિણામે દેવાવિ તે નમસન્તિ' મુજબ ચારેબાજુથી તમામ અનુકૂળતાઓ અલ્પ પ્રયત્ન સહજતાથી મળવા લાગી કાર્યકળા કુશળ મુનિ સૌમ્યચંદ્રસાગરે “નેમ-પ્રભા” પ્રિન્ટર્સવાળા શ્રી કનકભાઈ તથા જંબુદ્વીપ પ્રીન્ટ વીઝનવાળા શ્રી કાંતિભાઈને બોલાવી કોમ્યુટર - કાગળો વિ.ની સફળ કાર્યવાહી આરંભી લીધી. 0 સાગર સમુદાયના રાગી શ્રુતભક્ત અને વફાદાર એવા શ્રાવકોની એક કમિટી બનાવી. દેવગુરુની પરમકૃપા અને પૂજયપાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા. તથા પૂજય આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ.સાહેબના આશીર્વાદપત્રો પણ આવી ગયા. અને કાર્યનો પ્રારંભ થયો ચારેબાજુથી આર્થીક સહયોગ ન ઘારેલો સહજ પ્રયત્ન આપોઆપ મળવા લાગ્યો. અને આ કાર્યનાં શ્રી ગણેશ થયા જેમાં સૌપ્રથમ વાડીનો ઊપાશ્રય, કૈલાસનગર જૈન શ્રીસંઘ, નાનપરા જૈન શ્રીસંઘ, અઠવા લાઈન્સ જૈન શ્રી સંઘ તથા શ્રી ઓંકાર સૂરિ આરાધના ભવને ઉલ્લાસથી કાર્યનાં પ્રારંભે મહત્વનો સહયોગ આપ્યો.
પ્રથમ તો ઝેરોક્ષ ફોટા કોપીનો વિચાર કરેલ જેમાં પ્રૂફ જોવાની મહેનત નહી પણ તેમાં પીળા અને ઝાંખા પડી ગયેલા પાનાની અસર પણ આવે વળી તે લેટર પ્રેસમાં છાપેલાં અક્ષરો આજના સમયને જોતાં અનુરુપ નહીં લાગવાથી બધું જ કોમ્યુટરાઇઝૂડ કરવાનું વિચાર્યું. મંગળ મુહુર્તે પ્રારંભાયેલું આ કાર્ય એટલા વેગથી ચાલ્યું કે આનુ પ્રૂફ કેમ જોવું ? રોજના ૩૦૦ થી ૩૫૦ પાનાં તૈયાર થવા લાગ્યા, શરુમાં પ્રૂફ જોનારાઓએ પણ ઢગલાબંધ ભૂલો એમનીએમ રાખી છેવટે પૂર જોનારાઓ બદલ્યા. અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રૂફનું