Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ઉત્સવ પ્રસંગે સ્પષ્ટ થાય છેઃ જ્ઞાનભાનુ શ્રીમદ્ રાજચંદ્રદેવના જનમસ્થાને આજે એક વિશાળ ભવનના વિસ્તૃત ઘેરાવામાં, વચ્ચે શિખર અને બે બાજુ બે ગઢ સહિત ગુરુમંદિર પરમ શોભા આપી રહ્યું છે. તેમાં આજના મંગળ દિને પ્રભુની પ્રતિષ્ઠા થવાની છે. | એ પરમપુરુષનાં દર્શન માટે આરસમાં તેઓની મુદ્રા બનાવીને એ વિશાળ ભુવનમાં પધરાવવાના કેડ મારા અંતરમાં કેટલા વખતથી ઘોળાઈ રહ્યા હતા ! અને તે વિચારોમાં ને વિચારોમાં કેટલીય રાતની મારી ઊંઘ પણ ઊડી જતી. મન ખૂબ વ્યાકુળ રહેતું. છેવટે આવા પવિત્ર વિચારોને ઉદારચિત્ત શ્રી ભગવાનલાલભાઈ એ સહર્ષ ઝીલી લીધા. અને વર્ષોથી અંતઃકરણમાં ગુંજી રહેલી એક મહાન ઇરછાને મૂર્તિમંત કરવાનો આજનો સં'. ૨૦૦૦ની કાર્તિકી પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસ આવી પહોંચ્યા.
પ્રભુ મુદ્રા”ની પ્રતિષ્ઠા કરવાની ધન્ય ઘડી પ્રતિક્ષણ નજીક ને નજીક આવતી જાય છે. જય ઘોષણા, જયનાદ હવામાં ગાજી રહ્યાં છે. સી કેાઈ આતુરતાથી રાહ જોઈ ઊભાં છે. પરમ પ્રભુજીને પધરાવવાનો મહાન લહાવો કોણ લે છે તે જોવા સૌ કોઈ મીટ માંડી રહ્યા છે. વિધિનિષ્ણાતો “ જલદી કરો, જલદી કરો, કેમ વાર થાય છે ? મુહૂર્ત નજીક આવી રહ્યું છે,” એવી બૂમો પાડી રહ્યા છે. લોકો કહે છે, “ અરે ભાઈ, શ્રી ભગવાનલાલભાઈને તો સખત તાવ આવે છે. પ્રભુને હવે કેશુ પધરાવશે ? ” આ ગડમથલ ચાલતી હતી ત્યાં મોટેથી બુદ્ધિધનભાઈનો અવાજ આવે છે, “ રસ્તો કરો, બાજુ પર ખસતા જાઓ. પૂ. બા પધારે છે, પ્રભુને પૂ. બા પધરાવે છે.” એ પ્રમાણે બધાને જણાવીને મારા હાથ ઝાલી આગળ આગળ ચાલીને શ્રી બુદ્ધિધનભાઈ ગુરુમંદિરમાં મને લઈ આવ્યા. પાછળ સૌ કુટુંબીજનો પણ આવ્યાં. | મંત્રોચ્ચાર અને જયઘોષના નાદ વચ્ચે, “ પરમકૃપાળુ દેવની જય હો ’ના બુલંદ અવાજે સાથે શુભ પળે પ્રભુ પધરાવીને હું કૃતાર્થ થઈ અને ધન્ય બની. અનેક દિવસની ભક્તિથી સેવાયેલા સ્વપર ઉપકારક વિચારો ફળીભૂત થઈને મૂર્તિમંત થયાને અનેરા આનંદ મેં અનુભવ્યા.