________________
૫૮ :
ન થતા હાય તે પણ દાતાને વશ થાય છે. રીસાયેલેા મનાય છે, અપવાદ એટલનાર પણ સ્તુતિ કરે છે.
૧ દાન કુલક
ભાવા
સમસ્ત રાજ્ય ઋદ્ધિના અનાદર કરીને સયમ સંબધી અતિ ઘણા ભાર જેમણે ઉપાડ્યો છે અને ઇંદ્રમહારાજે દીક્ષા સમયે સ્કંધ ઊપર સ્થાપેલું દેવદુષ્ય વસ્ત્ર પણ જેમણે પછાડી લાગેલા વિને આપી દીધું, તે શ્રી વીરપ્રભુ જયવતા વર્તો.
ધર્માદાન, અર્થ દાન, અને કામ દાન એમ ત્રણ પ્રકારનાં દાન દુનિયામાં પ્રસિદ્ધ છે, તે પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞાના રસિક મુનિએ ધાર્મિક જ્ઞાનને જ પ્રશસે છે.
દાન સુખ સેાભાગ્યકારી છે, પરમ આરોગ્યકારી છે, પુણ્યનું નિધાન છે, એટલે ભાગ ફળકારી છે, ને અનેક ગુણ ગણેાનું ઠેકાણું છે.
દાનવડે કીર્તિ વાધે છે, દાનથી નિર્મળ કાંતિરૂપ લાવણ્ય સુખ સેાભાગ્ય વાધે છે, અને દાનથી વશ થયેલા હૃદયવાળા દુશ્મન પણ દાતારના ઘરે પાણી ભરે છે.
ધનશા વાહના ભવમાં સુસાધુજનાને જે ઘીનું દાન દીધું હતુ, તે પુણ્યના પ્રભાવથી ઋષભદેવ ભગવાન્ ત્રણ લેાકના પિતામહ ( નાથ ) થયા.
પાછલા ભવમાં કરૂણાવડે પારેવાને અભયદાન આપ્યું અને પુણ્ય કરીયાણું ખરીદી લીધું, તેથી શાંતિનાથજી તીર્થંકર અને ચક્રવતીની ઋદ્ધિ પામ્યા.
પાંચસેા સાધુઓને લેાજન દાન આપવાવડે જેણે બહુ ભારે પુણ્ય પેદા કર્યુ છે, એથી અને આશ્ચર્યકારક ચારિત્રથી ભલે એવા ભરત આ ભરતક્ષેત્રના નાયક—ચક્રવતી થયા.
ગ્લાન ( માંદા ) મુનિને વાપરવા યાગ્ય વસ્તુએ વગર મૂલ્યે આપવાથી રત્નક ખળ અને ખાવનાચંદનનેા વ્યાપારી વાણીયા વણિક તેજ ભવમાં સિદ્ધિપદ પામ્યા.
તપસ્યાવડે શેષિત દેહવાળા સાધુ મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી તત્કાળ સહુ કોઇને ચમત્કાર ઉપાવે એવા ઋદ્ધિપાત્ર શાલિભદ્ર કુમાર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org