________________
: ૬૩ :
ભાઇ મ્હાએ ) નિર્મળ શીલ રત્નનું પરિપાલન કરવા સાદ્યત રહેવુ ઉચિત છે. ઇતિશમ
તપ કુલક ભાવા
પ્રખલ ધ્યાનરૂપ નવા અગ્નિવડે ખાળી નાખેલા કર્મ ઇંધનેાની ધુમપંક્તિ જેવા જટાકલાપ જેમના ખભા ઉપર શેાલી રહ્યો છે, તે યુગાદિપ્રભુ જયવતા વર્તો.
એક વર્ષ પર્યંત તપવડે કાઉસ્સગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, તે બાહુબલી મહારાજ (અમારા ) દુરિત–પાપ દૂર કરે ?
તપના પ્રભાવથી અસ્થિર હાય તે પણ સ્થિર થાય છે, વાંકુ હાય તે પણ સરલ થાય છે, દુર્લભ હેાય તે પણ સુલભ થાય છે અને દુ:સાધ્ય હોય તે પણ સુસાધ્ય થાય છે.
છઠ્ઠું છઠ્ઠું તપ આંતરા રહિત કરતા પ્રથમ ગણધર શ્રીગાતમસ્વામી મહારાજ અક્ષીણુ મહાનસી નામની મહાલબ્ધિને પ્રાપ્ત થયા તે જયવતા વો !
. થુંકવડે ખરડેલી આંગળીને સુવર્ણ જેવી શાભતી કરી, દેખાડતા એવા સનત્કુમાર રાજિષ તાબળથી ખેલાદિક લબ્ધિ સંપન્ન છતા શાલે છે.
ગો, બ્રાહ્મણ્,
ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણીની હત્યાદિક મહા ઉગ્ર પાપને કર્યા છતાં, દ્રઢપ્રહારી ( છેવટે ) મુનેિપણે તપ સેવનવડે સુવર્ણની પેરે શુદ્ધ થયા.
પૂર્વ જન્મમાં નર્દિષેણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યાં હતા, તેના પ્રભાવથી વસુદેવપણે થઇ હજારેા ગમે વિદ્યાધરીએના પ્રિય–પ્રતિ થયા.
તીવ્ર તપ મંત્રના પ્રભાવથી હરિકેશીમળ ઋષિની પેઠે (ઉત્તમ ) કુળ અને જાતિહીન હાય તેા પણ, તેમની દેવતાઓ પણ સેવા ઉઠાવે છે.
મુનિજને જે એક પટ ( વસ્ત્ર ) વડે સેંકડૉ પટ-વસ્ત્રો કરે છે અને એક ઘટ ભાજનવડે હજારા ઘટ–ભાજના કરે છે, તે નિશ્ચે તરૂપ કલ્પવૃક્ષનું જ ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org