________________
: ૧૯૨ :
થોડાક દાનવીર શ્રાવકેના વતાંત.
જાવડે શાહ, ભાવડશાહ કંપિલપુરના ને કાશ્મીરના વેપારી ઘણા ધનવાન, બહુ ધમરસ્ત ને શાસનરસિક હતા, તેમણે બે પુત્રોના જન્મ સમયે આખા કંપિલપુરના લોકોને જમાડ્યાં હતાં, પછી સમય બદલાતાં તે બધુયે ધન ગયું, તેથી તેલ મરચાની દુકાન કરી. ખાવાનો ખરચ પણ મુશ્કેલીયે પુરો કરતા હતા. એક દિવસે બે ઉત્તમ મુનિરાજ ગોચરીયે પધાર્યા, તેમને બહુ આદરથી ને વિનયપૂર્વક ભાવલા શેઠાણીયે વહરાવ્યું, પછી મુનિરાજોને વિનયથી પૂછ્યું કે, સાહેબ અમારા ભાગ્યનો ઉદય ક્યારે થાશે, ત્યારે મુનિરાજે કહ્યું કે આજે જ એક ઘેડી વેચવા આવે તેને ખરીદી લ્યો, તેના વછેરાથી ઉદય થાશે, તે પ્રમાણે ઘોડી આવી તે ભાવડશાહે ઉધારે ખરીદી લીધી, તેને વછેરો આવ્યો તે મોટો થયો તેને, તપન નામના કોઈ પરદેશી રાજા ત્રણ લાખ સોનિયા આપી ખરીદી લીધો, ત્યારપછી શેઠે બીજી ઘોડીઓ ખરીદી તેના ઘણું વછેરા થયા, તેમાંથી ૨૧ વછેરા લઈ તે ઉન જઈ વિક્રમરાજાને ભેટ કર્યા, રાજા બહુ ખુશી થયો, ને કાંઈ માગવા કહ્યું, શેઠે મધુપુરી (મહુવા) માગી રાજાએ મધુપુરી સાથે બારગામ આપ્યા, તેમ હાથી, ઘોડા વિગેરે આપ્યું. ભાવડશાહ રાજા થયા, જાવડશાનો જન્મ થયો, દીન દીન મોટા થયા, ભણ્યાં, હોંશીયાર થયા, કન્યાઓના માગાં આવ્યાં, છેવટે મામાની પ્રેરણાથી ઘેટીના સૂરાશેઠની દીકરી સુશીલાને પરણ્યા. થોડા દીવસ પછી પિતાને સ્વર્ગવાસ ને જાવડશાહ રાજા થયા, તેમને પ્રજાના સુખદુ:ખને જાણવાની ઘણી લાગણી હતી, તે પ્રમાણે દીન દુઃખીજનને આશરો પણ આપતા, રાજ કેમ સારૂં કેળવાય, પ્રજા કેમ સુખી થાય, તેમ કોઈ જાતના ભારે કરે પણ નહિ, હુન્નર ઉદ્યોગની સાદી યેજના, આથી રાજ્ય ધમષ્ટ ગણાવા લાગ્યું. તેમને એક પુત્ર થયો તેનું નામ જાઝનાગ હતું. એ અરસામાં એક પ્લેચ્છ રાજા આ મધુમતી ઉપર ચઢી આવ્યા, તેની સાથે ભારે લડાઈ થઈ, છેવટે જાવડશાહ હાર્યા, શત્રુએ શહેરને કબજે લઈ લૂંટી ખલાસ કર્યું, જાવડશાહ, સુશીલા અને સામતસિંહને બાંધીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org