________________
: ૧૮૮ : વળી પણ કહ્યું છે કે–જેને દાન, શીલ, તપ, ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મ કર્યા નથી, પર ઉપકાર કર્યો નથી, વચન વાપરવા વડે જીવ યતના કરી નથી, જીન ભુવન કે જિન બિંબ કરાવ્યાં નથી, તેને પૂજવાને પ્રેમ કર્યો નથી, ઉપશમ ધારણ કર્યો નથી, તીર્થોની યાત્રા કરી નથી, છનવચન અને ગુણવંતના ગુણે હદયમાં ધારણ કર્યો નથી, અને શુદ્ધ વ્યવહારમાં ચિત્ત સ્થિર રાખ્યું નથી, એવા મનુષ્યોને મનુષ્યજન્મ એળે ગયે સમજ, અથવા તો તેવાઓને હરણ જેવા સમજવા.
તે સાંભળી હરણ બાહ્યું કે હું માંસ ખાતો નથી, મારૂ માંસ બીજાને ખાવા આપું છું, નાદમાં લીન રહું છું, મારા નેત્રોની ઉપમા સ્ત્રીને અપાય છે, મારું ચામડુ તાપસો વાપરે છે, શીંગડા યોગીઓ ગળે બાંધે છે, હું જમણો જાઉ ને ઉતરૂતો નવનિધાન આપનારે થાઉ છું, તેમ નાભીમાં કસ્તુરીને ધારણ કરું છું તે સાંભળી તે નિગુણીને ગાયની ઉપમા આપી.
તે સાંભળી ગાય બેલી કે-હું ઘાસ ખાઈ ઘી, દુધ આપું છું, વૈતરણ નદી ઉતારું છું. ઝરણથી વ્યાધિ ટાળું છું, દિવસે ગ્રહો દેખું છું, આંખમાં સદા પ્રકાશ રહે છે, અને પૂછવામાં તેત્રીશ કોડ દેવને વાસ રહે છે, તે સાંભળી તે નિર્ગુણને ગધેડાની ઉપમા આપી.
તે સાંભળી ગધેડે બોલ્યા કે—મારે છએ રૂત સરખી છે, ચંદન કે ગમે તે ભાર ભરો તે પણ સરખે છે, રાત દિવસ તૃણનું જ ભક્ષણ કરું છું, હું રીસ બીલકુલ રાખતા નથી, નિરંતર મુખ ઉજળુ રાખું છું, મને કોગળીયું આવતું નથી, અને અમુક રીતે બેસું તો લાભ આપું છું; તે સાંભળી તે નિણીને કાગડાની ઉપમા આપી.
તે સાંભળી કાગડે બે કે–પૂર્વે અમે તાપસો હતા, એમ જાણીને લોકે અમને પૂજે છે, ભેજન કર્યા પહેલાં અમોને પૂર્વજ જાણું આહાર આપે છે, જળ કીનારે માળો બાંધું છું, મારે ભેગ છાને છે. હું કુટુંબનું પેષણ કરું છું, આકાશમાં ફરું છું. લેભ રાખતા નથી, કોઈને છેતરાયે છેતરાતા નથી, અને સર્વોએ તજી દીધેલા એવા કાળા રૂપને ધારણ કરું છું. તે સાંભળીને તે નિર્ણને બકરાની ઉપમા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org