Book Title: Shikshamrut Author(s): Ladakchand Manekchand Vora Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 9
________________ * સ્તુતિ અર્હતો ભગવંત ઇન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતાઃ આચાર્યા જિન શાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ । શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરાઃ રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ્ ॥૧॥ મહાદેવ્યાઃ કુક્ષિરત્ન શબ્દજીતવરાત્મજમ્ । રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકમ્ ॥૨॥ અજ્ઞાન તિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા । નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ II૩II પ્રથમ (નમસ્કારમંત્ર) વડે પંચ પરમેષ્ઠિની સ્તુતિ થઈ. આ નવકાર મંત્રથી કોઈ મોટો મંત્ર નથી. અરિહંત ભગવાન કે જેમણે ચાર ઘનઘાતી કર્મ ક્ષય કર્યાં છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓની ઇન્દ્ર પણ પૂજા કરે છે. સિદ્ધ ભગવંતો સિદ્ઘાલયમાં અનંત સુખમાં સ્થિર થયેલા છે. આચાર્ય ભગવંત કે જેઓને આત્મજ્ઞાન થયું છે, અનુભવ થયો છે, જેઓ જૈન શાસનની ઉન્નતિ કરવાનું કાર્ય કરે છે. સિદ્ધાંતના યથાર્થ જાણકાર અને ભણાવનાર એવા ઉપાધ્યાય પૂજ્ય સ્થાને છે. તેમજ સિદ્ધાંતનો યથાર્થપણે સ્વાધ્યાય કરનારા મુનિ ભગવંતો જે રત્નત્રયના આરાધકો છે તેમને પ્રતિદિન નમસ્કાર કરું છું કે જેથી પાંચેય પરમેષ્ઠી ભગવંતો અમારું કલ્યાણ કરનાર થાઓ. ૧ દેવબાની કુક્ષિથી જન્મેલ રત્નરૂપ, તથા વચનનો જય કરનારા એટલે કે શ્રુતજ્ઞાનના પારગામી-પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજી કે જે શ્રી રવજીભાઈના પુત્ર, તેણે અનાદિના અજ્ઞાનને દૂર કરવા માટે તત્ત્વરૂપી દૃષ્ટિ-દિવ્ય દૃષ્ટિનો આવિર્ભાવ થવા માટેનો રસ્તો બતાવ્યો તેમને ઉલ્લાસિત ભાવથી વંદન કરું છું. ૨ Jain Education International અજ્ઞાનરૂપી તિમિર-અંધકારથી અંધ બનેલાના જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી દિવ્ય નેત્રો ઉઘાડ્યાં અને સમ્યક્દષ્ટિની પ્રાપ્તિ કરાવી તેવા શ્રી સદ્ગુરુ ભગવંતને નમસ્કાર કરું છું. ૩ શિક્ષામૃત -> ૮ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 406