Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 8
________________ બાપુજીએ આવશ્યકતા પૂરતું જ સરળ સાદી ભાષામાં, ખાસ તારવેલા પત્રો તેમજ પદોનાં રહસ્યોને પ્રકાશિત કર્યા. ધર્માનુરાગી સૌજન્યશીલ મુમુક્ષુ આત્માઓની મદદથી “શિક્ષામૃત” ગ્રંથનું સુધારા-વધારા સાથે પુનઃમુદ્રણ કરી આ નવી આવૃત્તિનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયું છે તેનો આનંદ અનુભવીએ છીએ. જે શિષ્ય ગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિપૂર્વક ગુરુની આજ્ઞાનું આરાધન કરે, ગુરુ કરતાં સવાય બને, ગુરુની પ્રતિમૂર્તિ રૂપ બને તે ગુરુ-શિષ્ય યોગ સર્વોચ્ચ અને અતિ ઉત્કૃષ્ટ ગણાય એવા જ ગુરુ-શિષ્ય યોગ પરમ પૂજ્ય બાપુજી તથા પૂ. ગુરુમાનો ગણાય. પ.પૂ. બાપુજીની શિક્ષામૃતનું પાન કરીને તેઓએ સારી એવી આધ્યાત્મિક ઊંચાઈ સર કરી. પૂ. ગુરુમાના આવા અપૂર્વ આધ્યાત્મિક પુરુષાર્થ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં અમે આ “શિક્ષામૃત” ગ્રંથ તેઓના શ્રીચરણોમાં સમર્પિત કરતાં આનંદ અનુભવીએ છીએ. જૈનશાસ્ત્રના અભ્યાસી આત્માર્થી ડૉ. રમણભાઈ ચી. શાહ તેમજ સંસ્કૃત ભાષાનાં પ્રાધ્યાપક આત્માર્થી ચંદ્રિકાબહેનપાંચાલીએ આ ગ્રંથને શાસ્ત્રીય તેમજ ભાષાકીય રીતે વ્યવસ્થિત કરી આપવા બદલ સંસ્થા તે બન્નેનો ખૂબ ખૂબ આભાર માને છે. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં બ્રહ્મનિષ્ઠ શ્રી રસિકભાઈ, બ્રહ્મનિષ્ઠ મીનળબહેન તેમજ આત્માર્થી વસંતબહેને જે પરિશ્રમ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. લંડન મુમુક્ષુ મંડળે આ પુસ્તકના પ્રકાશનકાર્ય માટે આપેલ આર્થિક સહાય બદલ મંડળના મુમુક્ષુઓને અનેક ધન્યવાદ. પ્રકાશનકાર્ય હોય કે જનસેવા, આશ્રમના બધાં જ કાર્યો પ્રત્યે જાગ્રત રહીને લંડનના મુમુક્ષુઓએ હંમેશ ઉત્સાહપૂર્વક પીઠબળ પુરું પાડ્યું છે તે બદલ મંડળના દરેક સભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ ગ્રંથનું સુંદર મુદ્રણ, પ્રૂફ રીડિંગ અને પ્રિન્ટિંગ કાર્ય ખૂબ જ સારી રીતે કરી આપવા બદલ સર્વને ધન્યવાદ તથા અભિનંદન. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા શિક્ષામૃત + ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 406