Book Title: Shikshamrut Author(s): Ladakchand Manekchand Vora Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 6
________________ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથની અગાસની આવૃત્તિમાંથી કૃપાળુદેવનાં વચનામૃતો પૂ. બાપુજી એ સ્વાધ્યાય માટે પસંદ કર્યાં તેમાં એકંદરે મહત્ત્વનાં બધાં વચનો આવી જાય છે. તેમ છતાં આ વચનોની પસંદગી તેઓએ મુંબઈની સમયમર્યાદાને લક્ષમાં રાખીને કરી છે. વધુ સમય હોત તો હજુ પણ બીજાં કેટલાંક વચનો લઈ શકાયાં હોત. તેમ છતાં અહીં સ્વાધ્યાય માટે પસંદ કરેલાં વચનો જિજ્ઞાસુ સાધકને કૃપાળુદેવના તમામ વચનો પ્રતિ દોરી જવાની પ્રેરણા ક૨શે એવો વિશ્વાસ છે. આ રીતે આ પુસ્તક તૈયા૨ ક૨વા માટે ૫.પૂ. બાપુજીના સ્વાધ્યાયરૂપે રહસ્ય ખૂલ્લું કરવામાં આવ્યું છે તેની ઓડિયો, વિડિયો કેસેટ ઉપરથી નોંધ તૈયા૨ ક૨વા માટે તથા નોંધને વ્યવસ્થિત કરવા માટે બ્ર. નિ. શ્રી સદ્ગુણાબેન તથા બ્ર. નિ. મીનળબેનનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આ પુસ્તકને શાસ્ત્રીય રીતે અને ભાષાકીય રીતે વ્યવસ્થિત કરવા માટે ડૉ. શ્રી રમણભાઈ શાહનો પણ આ સંસ્થા ખૂબખૂબ આભાર માને છે. ઉપરાંત આ પુસ્તકમાં આવેલ પ. પૂ. બાપુજીનાં વચનોને-અનુભવના રહસ્યને બહાર લાવવા માટે જે જે નિમિત્તોએ ભાગ ભજવ્યો હોય તેઓનો પણ આભાર માનવાનું યોગ્ય જ ગણાશે. સાધના કરવા માટે તૈયાર થયેલ મુમુક્ષુઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે. આ પુસ્તકમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા કહેવામાં આવેલ વચનોનાં રહસ્યોને સ્વાધ્યાય દ્વારા ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ગ્રંથમાં ક્યાંક ક્યાંક પરમ કૃપાળુદેવના વચનો ઉપર કોઈ જાતનું વિવેચન કરવામાં આવ્યું નથી અને એમ ને એમ જ તે મૂકવામાં આવ્યાં છે; તેનું કારણ એ છે કે તે સાધક માટે વારંવાર મનન, ચિંતન કરવા યોગ્ય છે. સાધના કરતાં સાધકો આ પુસ્તકનો ઉપયોગ પોતાની સાધનામાં બળ પૂરું પાડનાર તરીકે કરશે તો અચૂક તેઓને લાભ થતો જણાશે. આ “શિક્ષામૃત” ગ્રંથ સાધકોને ઉપયોગી નીવડશે તો અમારું આ પ્રકાશન સાર્થક લેખાશે. સ્મૃતિ દોષ, અનવધાન દોષ, છદ્મસ્થાવસ્થા, મુદ્રણ દોષ વગેરેને કારણે ગ્રંથમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે તેમજ પુનરુક્તિ થવાની સંભાવના છે તો તે માટે ક્ષમા માગીએ છીએ. આ ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરવા માટે બ્ર. નિ. શ્રી રસિકભાઈ તથા આત્માર્થી શ્રી છબીલભાઈનો સંસ્થા આભાર માને છે. આ સંકલનને છપાવવા અંગેની બધી જ કામગીરી સંભાળનાર બ્ર. નિ. શ્રી રસિકભાઈની સંસ્થા આભારી છે. Jain Education International શિક્ષાકૃત > ૫ For Personal & Private Use Only પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 406