Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 5
________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના મી આ સંસ્થાએ ‘શ્રી રાજ-સોભાગ ગ્રંથમાળા'ના નામે મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય, સાધનામાં માર્ગદર્શક થઈ શકે તેવાં પુસ્તકોનું પ્રકાશનકાર્ય હાથ ધરેલ છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના “વચનામૃત'નો સ્વાધ્યાય કરતાં પ.પૂ.શ્રી. પ્રભુશ્રીજીનાં જે વિવેચન કરતાં વચનો નીકળ્યાં હતાં, તે ઉપદેશામૃત'માં સંગ્રહિત કરવામાં આવ્યાં છે. તેમજ પરમ કૃપાળુદેવના “વચનામૃત'નો સ્વાધ્યાય કરતાં પૂ.શ્રી બ્રહ્મચારીજીનાં જે વચનો નીકળ્યાં તેને બોધામૃત'માં સંગ્રહવામાં આવ્યાં છે. પરમ ઉપકારી, પરમ પૂજ્ય, સંસાર પરિભ્રમણમાંથી બહાર નીકળવા માટેના આધ્યાત્મિક માર્ગદર્શક એવા પૂજ્ય બાપુજી(શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નો જ્યારે જ્યારે મુંબઈમાં નિવાસ હોય ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર” વચનામૃતજીમાંથી સ્વાધ્યાય કરાવતાં, જે વિવેચન કરેલું તેને વિડિયો તથા ઓડિયો કેસેટોમાં સંગ્રહિત કરવામાં આવેલ છે, તેના ઉપરથી આ “શિક્ષામૃત” પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. પરમ કૃપાળુદેવે મોક્ષમાર્ગનું રહસ્ય ગુજરાતી ભાષામાં દર્શાવ્યું છે, તે રહસ્યને મુમુક્ષુઓ પાસે ખૂલ્લું કરીને દર્શાવનારા એવા પૂજ્ય બાપુજીનો આપણા સૌ ઉપર પરમ ઉપકાર છે. આ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવેલું લખાણ ઈ.સ. ૧૯૮૫, ૧૯૮૬ અને ૧૯૮૭ દરમ્યાન પૂ. બાપુજીની મુંબઈમાં ઉપસ્થિતિ હતી ત્યારે કરેલ સ્વાધ્યાય ઉપરથી લેવામાં આવેલું છે. આ પુસ્તક તૈયાર કેવી રીતે થયું તેની થોડી માહિતી અત્રે આપવી જરૂરી છે. સ્વાધ્યાયની વિડિયો તેમજ ઓડિયો કેસેટ ઉપરથી બ્ર. નિ. શ્રી સગુણાબેન તથા બ્ર. નિ. શ્રી મીનળબેને નોટમાં સ્વાધ્યાય ઉતાર્યા. તે માટે ખૂબજ મહેનત કરીને યથાતથ્ય રીતે પૂ. બાપુજીનાં વચનો લખાય તેની કાળજી રાખી તે કાર્ય પૂરું કર્યું. ત્યારબાદ તે નોંધ પૂ. બાપુજી દ્વારા જોઈ જવામાં આવી. તેમાંથી પ્રાસંગિક વક્તવ્યો અને પુનરોચ્ચાર વગેરે નિવારીને, વ્યવસ્થિત રીતે લખીને, નોંધ ફરીને તૈયાર કરવામાં આવી. આ નોંધરૂપે તૈયાર થયેલ લખાણને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માટે શાસ્ત્રીય તેમજ ભાષાકીય રીતે બરાબર છે કે કેમ તેની ચકાસણી ડૉ. રમણભાઈ શાહ - જેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે કામ કરેલ છે, તેમજ જૈનશાસ્ત્રોના અભ્યાસી છે અને ગુજરાતી ભાષામાં પીએચ.ડી.ની ડિગ્રીના માર્ગદર્શક પણ છે, તેમની પાસે કરાવવાનું નક્કી કર્યું અને આ કામ તેઓએ સહર્ષ સ્વીકાર્યું. ખૂબ જ વ્યવસાયમાં રોકાયેલ હોવા છતાં આશ્રમમાં આવીને તે કામ તેમણે ખૂબજ સુંદર રીતે પૂરું કરી આપ્યું. શિક્ષામૃત જે ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 406