________________
શ્રમણ ભગવંત
૮૯ ઘણે આનંદ પામ્યાં. શુભ મુહૂર્ત સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના કનકશ્રી, કનકાવતી અને જ્યશ્રી–એ આઠ કન્યાઓ સાથે ભારે ઠાઠમાઠથી જંબૂને વિવાહ થયા. આઠ રૂપવતી પત્નીઓ સાથે જંબૂકુમારે ઘરમાં પ્રવેશ કર્યો. આભૂષણોથી અલંકૃત પુત્રવધૂઓ અને પુત્રને જોઈ ધારિણી આનંદયુક્ત થઈ. સધવા સન્નારીઓએ મંગલગીત ગાઈ વધામણી આપી. જંબૂને આપવામાં આવેલ ૯ કોડ ધનથી કષભદત્તનું આંગણું વધુ ચમકી ઊઠયું.
પિતાનાં માતાપિતાની પ્રસન્નતા ખાતર જંબૂ કુમારે વિવાહ કર્યો, પરંતુ ઉત્સવમાં વિવિધ વાદ્ય-સંગીત, નૃત્ય આદિ જમ્બુ કુમારના મનને મોહ પમાડી શક્યાં નહિ. રાત્રિના નીરવ અંધકારમાં સર્વ જી નિદ્રાની ગેદમાં સૂઈ ગયા હતા ત્યારે ઋષભદત્ત શ્રેણીના ઘરમાં નવપરિણીત જંબૂકમાર અને તેમની આઠ પત્નીઓ વચ્ચે ભેગ અને ત્યાગ વિશે વાર્તાલાપ ચાલી રહ્યો હતે.
બરાબર આ જ સમયે પ્રભવ નામે પ્રસિદ્ધ ચાર પિતાના ૪૯ સાથીદારો સાથે જબૂકુમારને ત્યાં ચેરી કરવા આવ્યું. તે સાતમે માળે પહોંચ્યા. ત્યાં તેણે જોયું કે, જંબૂકુમાર પિતાની આઠ નવવધૂઓની વચ્ચે બેસીને રાગભરી રાત્રિમાં વૈરાગ્યની ચર્ચા કરી રહ્યા હતા. સમુદ્રશ્રી વગેરે આઠ સ્ત્રીઓ, મૂર્ણ ખેડૂત બક, વાનરયુગલ, નુપૂરપંડિતા વિલાસવતી, શંખધમક, ત્રદ્ધિ-સિદ્ધિ, ગ્રામકૂટ પુત્ર, મા-સાહસ પક્ષી, ચતુર બ્રાહ્મણકન્યા નાગશ્રી એ આઠ કથાઓ અનુક્રમે જંબૂકુમારને સંસારમાં આસક્ત કરવા કહી રહી હતી. જે બૂકુમાર પણ કાકપક્ષી, અંગાર દાહક, મેઘરથ વિદ્યુમ્માલી, યૂથપતિ વાનર, જાત્યશ્વ, ઘોડીપાલક, ત્રણ મિત્ર, લલિતાંગ, ત્રણ વણિક, દ્રવ્યાટવી, ભવાટવી એ કથાઓ દ્વારા પત્નીઓના મનનું સમાધાન કરી રહ્યા હતા. સમુદ્રથી વગેરે આઠે પત્નીઓએ એક એક કથા કહી. તેના ઉત્તરરૂપે જંબૂકુમારે પણ એક એક કથા કહી. છેલે બે કથાઓ વધારે કહીને બધી પત્નીઓને વૈરાગ્યવાસિત કરી. સ્ત્રીઓનાં કામબાણ જંબૂકુમારને પરાજિત કરવામાં નિષ્ફળ નીવડ્યાં. સ્ત્રીઓના વિકારભાવ તેમના ચિત્તને હરણ કરી શક્યા નહિ અને પ્રભવ આદિ પાંચસો ચારે તેમના ધનને હરણ કરી શક્યા નહિ. જેબૂ કુમારે કરેલી અધ્યાત્મચર્ચાથી તે સ્ત્રીઓ પ્રતિબંધ પામી અને પ્રભવ વગેરે પ૦૦ ચેર પણ બોધ પામી જબૂકુમાર સાથે દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. સવારમાં આ બધી વાત જાણી આખું વાતાવરણ બદલાઈ જાય છે, પિતા ઋષભદત્ત, માતા ધારિણી અને આઠે પત્નીઓનાં માતા-પિતા પણ સંયમમાગે જવા માટે તત્પર બને છે.
મંગલમુહૂર્તે વિશાળ જનસમૂહ સાથે વૈરાગી જંબૂ કુમારે મુનિદીક્ષા લેવા માટે ઘરેથી પ્રયાણ કર્યું. વાજિંત્ર વાગી રહ્યાં હતાં. મંગલ ગીતે ગવાતાં હતાં. જબૂને રથ આગળ ચાલી રહ્યો હતે. જંબુદ્વીપને અધિપતિ અનાદર દેવ આ ભિનિષ્ક્રમણ દીક્ષા મહોત્સવ કરી રહ્યો હતે. મગધાધિપતિ કેણિક ચતુરંગી સેના સાથે મહત્સવ પ્રસંગે આવ્યો અને કહ્યું કે “હે ધીર પુરુષ! મારે જે કાંઈ કરવા યોગ્ય હેય તે કહો.જંબૂ કુમારે પ્રભવની તરફ સંકેત કરી કહ્યું: “હે રાજન! આ પ્રભવ ચેર વૈરાગ્યભાવ પામી મારી સાથે મુનિ બનવા માટે આવે છે. આપના રાજ્યમાં તેણે જે અપરાધ કર્યો છે તેને તેની ક્ષમા આપે.”
જંબૂકુમારને પ્રત્યુત્તર આપતાં ગધાધિપતિ કેણિકે કહ્યું કે, “તે નિર્વિધ્રપણે શ્રમણધર્મ શ્ર. ૧૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org