________________
૨૧૮
શાસનપ્રભાવક
આદિનું ઝેર ઊતરી જતું હતું. તેમનાં પશે કે પ્રસ્વેદથી વ્યાધિ નષ્ટ પામતે હતે. એટલે કે તેઓ આમેસહિ, ખેલેસહિ, વિપેસહિ અને જલેસહિ ઈત્યાદિ લબ્ધિસંપન્ન હતા.
તીર્થકરનાં અવન આદિ પચે કલ્યાણકેથી પાવન એવાં દરેક તીર્થોની શ્રી કૃષ્ણ ત્રષિએ યાત્રા કરી હતી. અનેક યાત્રાસંઘે પણ કરાવ્યા હતા. વિ. સં. ૧૩૨૪ માં નાગરના શ્રેષ્ઠિ નારાયણને જેનધમી બનાવી, તેનું બડિયા ગેત્ર સ્થાપી, અને તેને પ્રેરણા આપી નાગર કિલ્લામાં જિનમંદિર બંધાવી, તેમાં ભગવાન મહાવીર સ્વામી આદિ પ્રતિમાજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૮૭ માં કરાવી હતી. વળી, તેની વ્યવસ્થા માટે કર શ્રેષ્ઠિઓને નીમ્યા હતા. નાગરથી ભિન્નમાલ સુધીમાં જ્યાં જ્યાં તેમણે પારણા કર્યા ત્યાં ત્યાં સુંદર જિનાલયે નિર્માણ થયાં હતાં. શ્રી કૃષ્ણષિએ અનેક રાજાઓને પ્રતિશોધી શ્રમણોપાસક બનાવ્યા હતા. અનેક શ્રીસંઘમાં ઉપદેશ આપી અભયકુમાર જેવા અનેક શ્રાવકે બનાવ્યા હતા. ઘણુ રાજાઓ, મંત્રીઓ, બ્રાહ્મણ અને શ્રેષ્ઠિઓને વૈરાગ્ય રંગે રંગી દીક્ષિત બનાવ્યા હતા. તેમના એક વિદ્વાન શિષ્ય શ્રી જયસિંહસૂરિ મહારાજા ભેજના રાજ્યકાળમાં, વીરનિર્વાણુ સં. ૧૩૮૫, વિ. સં. ૯૧૧ માં, નાગરમાં, પિતાની પ્રાકૃત ધર્મોપદેશમાળા ગા. ૯૮ પર પવૃત્તિ કપ્રમાણ પ૭૭૮ બનાવી છે.
(પંડિત લાલચંદ ગાંધીની “ધર્મોપદેશમાળાની પ્રસ્તાવનાને આધારે સંકલિત).
મહાન વાદકુશળ, પ્રકાંડ વાચનાદાતા, પરમ શાસનપ્રભાવક
આચાર્ય શ્રી સુરાચાર્યજી મહારાજ શ્રી સૂરાચાર્ય વેતાંબર ચૈત્યવાસી વાદકુશળ વિદ્વાન સૂરિવર હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, સિદ્ધાંતશા અને આગમ આદિ વિષયેના વિશેષજ્ઞ હતા. શાસ્ત્રાર્થમાં કુશળ હતા. રાજા ભોજની સભામાં વાદમાં વિજય મેળવી તેમણે વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું હતું. ગુર્જરનરેશ ભીમદેવ પણ તેમની કવિત્વશક્તિથી વિશેષ પ્રભાવિત થયા હતા. સૂરાચાર્યના ગુરુ દ્રોણાચાર્ય હતા, દ્રોણાચાર્ય સુરાચાર્યના કાકા હતા અને ગુર્જરનરેશ ભીમદેવના મામા હતા. રાજદરબારમાં તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. તેમણે ઘણા ચૌહાણ અને સોલંકીઓને જેન બનાવ્યા હતા. તેમણે “ઘનિયુક્તિ ”ની વૃત્તિ રચી હતી. વળી, તેઓ વિશ્રત શ્રતધર પણ હતા.
સૂરાચાર્ય ક્ષત્રિયવંશીય હતા. ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં તેમને જન્મ થયે હતું. તેમના પિતાનું નામ સંગ્રામસિંહ હતું. શ્રી દ્રોણાચાર્ય સંગ્રામસિંહના નાનાભાઈ હતા. ગૃહસ્થજીવનમાં શ્રી સૂરાચાર્યનું નામ મહીપાલ હતું. એ વખતે અણહિલપુર પાટણમાં ભીમનું રાજ્ય હતું. બાળક મહીપાલ તીવ્ર બુદ્ધિશક્તિવાળા હતા. તેની બાલ્યાવસ્થામાં પિતા સંગ્રામસિંહ અવસાન પામ્યા. તેની માતાએ વિચાર કર્યો કે–પિતાને ભત્રીજો સમજી દ્રોણાચાર્ય મહીપાલને ઉત્તમ શિક્ષણ આપશે. તેથી તેણે દ્રોણાચાર્યનાં ચરણમાં પુત્રને સમર્પિત કર્યો. દ્રોણાચાર્યે નિમિત્તજ્ઞાનના પ્રભાવથી બાળક શાસનપ્રભાવક છે એમ જાણી આનંદ વ્યક્ત કર્યો.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org