________________
૨૩૮
શાસનપ્રભાવક
શ્રી વિજ્યસિંહસૂરિના શિષ્ય હતા.
મલધારી શ્રી અભયદેવસૂરિ શરીર પ્રત્યે એકદમ નિલેપ અને ઉદાસ હતા. વામાં એક માત્ર ચલપટ્ટી અને એક પછેડી (ઉપરનું ઓઢવાનું કપડું) જ રાખતા હતા. એક દિવસ પાટણમાં ગુર્જરેશ્વર કર્ણદેવ રાજમહેલ બહાર જઈ રહ્યા હતા; સાથે યુવરાજ સિંહ પણ હતા. ત્યારે તેઓએ મેલાં કપડાદારી આચાર્ય અભયદેવસૂરિને જોયા. આ સૂરિવરની બાહ્ય નિર્લેપતા જોઈ, પ્રભાવિત અને પ્રસન્ન બની સૂરિવરને મલધારી (ઓલિયા)નું બિરુદ આપ્યું. ત્યારથી તેઓ માલધારી અભયદેવસૂરિ' નામથી પ્રસિદ્ધિ પામ્યા અને હર્ષ પુરીયગચ્છના શ્રમ
મલધારીગચ્છ”થી ઓળખાવા લાગ્યા. આ ગચ્છની પરંપરા ઘણાં વર્ષો સુધી ચાલી હતી. તેના આચાર્યું કે શ્રીપૂની પરંપરાને વિચ્છેદ થતાં તેમની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજે બેસતા હતા.
આચાર્ય અભયદેવસૂરિ પરમ શાંત, નિઃસ્પૃહી અને મહાન તપસ્વી પણ હતા. તેઓ નિરંતર છઠ્ઠ–અઠ્ઠમનું તપ કરતા હતા. જાવજજીવ સુધી પાંચ વગઈનો ત્યાગ કર્યો હતો. તેમણે જિનાગમ આદિ શાનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું હતું. વિદ્યામાં સમર્થ શ્રી વીરાચાર્ય દ્વારા પ્રાપ્ત સૂરિમંત્રની સાધનાથી તેમને પ્રભાવ ઉત્તરોત્તર વૃદ્ધિવંત બન્યા હતા અનેક રાજા-મહારાજાઓ, મંત્રીઓ-શ્રેષ્ઠિઓ તેઓના પરમ ભક્ત બન્યા હતા. શાકંભરીને રાજા વિશલદેવ (ત્રીજા વિગ્રહરાજ)ના પુત્ર પ્રથમ પૃથ્વીરાજે આચાર્ય યશદેવસૂરિની પત્ર-પ્રેરણાથી રણથંભરના દેરાસર પર સુવર્ણકળશ ચઢાવ્યો હતે. ગ્વાલિયરના રાજા ભુવનપાલે તેમના ઉપદેશથી દેરાસરનાં બંધ દ્વારને ખુલ્લા કરાવ્યાં હતાં. ચંદ્રવંશી રાજા એલક શ્રીપાલની વિનંતિથી તેઓએ શ્રીપુર પધારી વિ. સં. ૧૧૪૨ માં માહ સુદિ પાંચમના ભગવાન અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. રાજાએ ત્યાં દર્શનાથીઓની સગવડ માટે શિરપુર ગામ વસાવી આપ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં હતાં તે સ્થળે જળકુંડ બંધાવ્યું હતું. સેરઠને રાજા ખેંગાર પણ તેને ભક્ત હતા. મેડતામાં કડમયક્ષ તથા હજાર બ્રાહ્મણોને પ્રતિબોધી ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય કરાવ્યું. ગુજરનરેશ સિદ્ધરાજ જયસિંહે તેઓશ્રીના ઉપદેશથી પર્યુષણ પર્યાદિમાં અમારિ પ્રવર્તાવી હતી. મહાઅમાત્ય શાંતૂએ ભરૂચના સમળીવિહાર જિનપ્રાસાદ પર આચાર્યશ્રીના માર્ગદર્શનથી સેનાના કળશ ચઢાવ્યા હતા.
આચાર્ય યશોદેવસૂરિએ જીવનની અંતિમ અવસ્થામાં, પાટણમાં અનશન કર્યું તે દરમિયાન, ઉપવાસના તેરમા દિવસે મૃત્યુપથારીવશ દર્શનાભિલાષી શ્રાવક સીયકને ત્યાં પધારી ઉપદેશ આપતાં, તેણે એગ્ય ક્ષેત્રમાં ૨૦ હજાર દ્રમ્મનું દાન જાહેર કર્યું. આચાર્યશ્રી અનશનના ૪૭ મા દિવસે, વિ. સં. ૧૧૬૮માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામતાં, તેમનાં અંતિમ દર્શન રાજા સિદ્ધરાજ જયસિંહે પિતાના પરિવાર તેમ જ રાજ્યના અધિકારી વર્ગ સાથે કર્યા હતાંઅંતિમ સંસ્કાર પછી, તેમના પાર્થિવ દેહની રાખને પ્રભાવશાળી–રગવિનાશક માની, હજારો ભાવિક પિતાને ઘેર લઈ ગયા હતા અને રાખ નહિ રહેતાં, માટી લઈ જતાં, ત્યાં ઊંડો ખાડો પડી ગયે હતે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org