Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 677
________________ શ્રમણભગવંત ૩૮૩ પૂજ્યશ્રી શાની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને નૂતન અર્થઘટન કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે કેઈ વિરોધ ટકી શકતે નહીં. અંગ્રેજ રાજ્યમાં ગરાઓ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરમાં જતા. એ બાબત છે. થેમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગે તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. વ્યક્તિત્વ એ ટચનું સોનું બન્યા વગર વતૃત્વમાં પ્રભાવકતા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પુ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ હતા; બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉઘાડાં પુસ્તક જેવું સર્વથા નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડાની જેમ પૂજ્યશ્રીનાં જીવન-કવને પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. આંખમાં સમતારસ હતે. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવાં તત્પર હતાં. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા માટે સદા તૈયાર રહેતાં. વેદ-વેદાંત–ઉપનિષદ્ ભગવદ્ગીતા-મહાભારત આદિ ગ્રંથમાંથી લોકો ટાંકતા જઈ વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની દલીલો શ્રોતાવર્ગને બહુ સરળતાથી સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી માંસાહારવિધી ચળવળને સફળ બનાવી શક્યા હતા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોને ત્યાગ કરી, શુદ્ધ ખાદી પરિધાન કરવાને પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ અભિયાનમાં જૈનશાસનમાં નવી હવાને સંચાર કર્યો. દીક્ષાપર્યાય દરમિયાન સીમિત પ્રદેશમાં જ વિહાર કરીને પૂજ્યશ્રી અટકળ્યા નહોતા; પરંતુ બંગાળ, બિહાર, આસામ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તમાં વિહાર કરીને જૈનધર્મ પ્રત્યેના વિધમીઓના અજ્ઞાન–ગેરસમજને દૂર કર્યા હતાં. એવા એ અહિંસા, સંયમ અને ધર્મના આચારક અને પ્રચારક પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ ૧૪ ને દિવસે શિવપુરી મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકે શોકમગ્ન બની ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા શાસનના નૂતન અભિગમને પ્રચાર-પ્રસાર થતો રહે છે. (સંકલન : પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ “કુમારશ્રમણ'ના લેખને આધારે સાભાર.) જ તw | देवनी છે धर्म મેરાના, समक्ष Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722