Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 693
________________ શ્રમણભગવંતો દીક્ષાપયોયમાં તેઓશ્રીએ જૈનધર્મની, જૈન સાહિત્યની અને સમગ્ર માનવજાતની એટલી બધી સેવા કરી કે જૈન ધર્મના ઇતિહાસમાં તેઓ અમર સ્થાનના અધિકારી બની ગયા. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાલીતાણામાં “શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ”ની સ્થાપના કરી. આ ગુરુકુળમાં એક દડવાને, એક ગદુલાને અને એક ગુજરાતના કેઈ નાના ગામડાને – એમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા. આ ત્રણે અત્યંત તેજવી હતા અને ધર્મમાં અપૂર્વ પ્રીતિવાળા હતા. આ ત્રણેએ આગળ જતાં દીક્ષા લીધી અને ત્રણે ‘ત્રિપુટી મહારાજ' તરીકે વિખ્યાત થયા. તે સમયમાં પાલીતાણ રાયે જેન યાત્રિકે પર બે રૂપિયાનો મૂંડકાવેરે નાખ્યો હતું, ત્યારે પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાથે રહી ત્રિપુટી મહારાજે રાજ્ય સામે ઝુંબેશ ઉઠાવી હતી. અમદાવાદમાં જૈન સાધુ સંમેલન મળ્યું. આ સંમેલનને સફળ બનાવવામાં ત્રિપુટી મહારાજને નેંધપાત્ર ફાળો હતો. જૈન સાધુસંસ્થા ગૌરવ લઈ શકે એવાં ઘણાં કાર્યો આ ત્રિપુટી દ્વારા થયાં. આ ત્રિપુટીએ ઉત્તર પ્રદેશ, મારવાડમેવાડથી માંડીને બંગાળ સુધીના પ્રદેશોમાં વિચરી, ચાતુર્માસ સ્થિરતા કરી, પછાત પ્રજામાં સંસ્કારસિંચન કર્યું હતું. તેઓને દારૂ-માંસાહાર આદિને ત્યાગ કરાવી વ્યસનમુક્ત કર્યા હતા. પૂજ્ય દર્શનવિજયજી મહારાજ મહાન ચિંતક હતા, કવિ અને સાહિત્યકાર હતા; સંશોધક અને ઇતિહાસ લેખક પણ હતા. તેઓશ્રીનાં સંખ્યાબંધ ગ્રંથે પ્રગટ થયા છે. “જેન પરંપરાને ઇતિહાસ ”ના ત્રણ ભાગ એ તેઓશ્રીના અમૂલ્ય સર્જન છે. આ ગ્રંથ જૈન-જૈનેતરમાં ઘણો આદર પામ્યા છે. તે પછી “જેન પરંપરાને ઇતિહાસ ”ને ચે ભાગ પૂ. શ્રી અભયસાગરજી મહારાજ તથા મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ દ્વારા પ્રગટ થયેલ છે. એ બતાવે છે કે ત્રિપુટી મહારાજનાં કાર્યો કેટલાં જીવંત, કેટલાં લેકે પગી અને કેટલાં ચિરંજીવ છે ! ધન્ય છે એ ત્રિપુટી મહારાજને ! વંદન હો એ મુનિવરને ! (સંકલન : “જૈન” સાપ્તાહિક પત્રમાંથી સાભાર.) પરમ ત્યાગી-વૈરાગી અને સમતારસ સાધક પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કાન્તિવિજયજી ગણિવર્ય વિભૂતિ બનવું સહેલું નથી, ત્યાં “વિરલ વિભૂતિ ની તો વાત જ શી કરવી ! એવા વિરલ વિભૂતિઓની આકાશગંગામાં ચમકતા સિતારાઓ વચ્ચે એક મૂર્તિ નજર સામે તરત આવી જાય. એ મૂતિ એટલે પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવર્ય. તેઓશ્રીનું જીવન એટલે કાંતિની કથા. આજથી ૪૦-૫૦ વરસ પહેલાં “દીક્ષા ” સામે કરડી નજરે જેવાતું હતું. બાલદીક્ષા તે આશ્ચર્ય લેખાતી હતી. સાધુસંખ્યામાં ભારે ઓટ આવી ગઈ હતી. એ સમયે શાસન કાજે શિર ધરી દેનારા નવલહિયા સાધુવર મેદાને પડ્યા. એવા ભાગ્યવિધાયકેમાંના એક અજોડ વ્યાખ્યાતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ( ત્યારે મુનિશ્રી રામવિજયજી) પણ હતા. તેઓશ્રીને દીક્ષાદુંદુભિનાદ બઝમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722