Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
શ્રમણભગવંતો
૪૦૯ જ્ઞાનવારિધિ ગુરુવર્ય : તપોભૂતિ ધર્માત્મા : આગમપ્રભાકર પૂજ્ય મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજ
અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ જીવનને સત્—ચિતઆનંદમય બનાવવાને ઉપાય છે. જે સાધના અહિ સા અને કરુણાનું માર્ગદર્શન ન કરે તે સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના જીવનના સત્ય પારખવાની-પામવાની શક્તિ ન આપે તે જ્ઞાને પાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક મહાન જીવનસાધક ધર્મ પુરુષ હતા. તેઓશ્રીનું જીવન ધર્મની સર્વ મંગલકારી ભાવનાઓથી સુરક્ષિત અને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવનાર એક ક્ષણ તે વિમાસી રહેતા કે, આ મહાપુરુષની સાધના વધે કે વિદ્વત્તા વધે? અને બીજી જ ક્ષણે તેઓશ્રી સાધુતા અને વિદ્વત્તાની સમન્વયમૂર્તિ સમા મહાપુરુષ રૂપે છવાઈ જતા. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોજિજવલ વ્યક્તિત્વને વિચાર કરીએ તે તેમનામાં દુર્વતિના ત્યાગ અને ગુણગ્રહણની તત્પરતાનાં દર્શન થાય છે. તેમણે જીવનમાંથી વૈર, હિંસા, નિંદા, ઈર્ષા, અહંકાર, મેહ, પ્રમાદ, દંભ આદિ દુગને તિલાંજલિ આપી હતી, અને વિનય, વિવેક, વિનમ્રતા, મૈત્રી, કરુણા, પરમાર્થ, તપ, સાધના, જ્ઞાનપાસના, સચ્ચારિત્ર, વત્સલતા, સરળતા, સંયમ, તિતિક્ષા આદિ ગુણોની સ્વીકૃતિ કરી હતી. એવા એ ગુણગરવા સાધુવર તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમાં હતા અને દર્શન માત્રથી પ્રસન્નતાના પ્રેરક હતા.
પૂજ્યશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા મેટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતી. સૌ કેઈને અંતરના ઉમળકાથી આવકારતા. પૂજ્યશ્રી માટે કઈ પિતાનું કે પરાયું નહોતું. તેઓશ્રી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ઊંડા જાણકાર હતા. માનવીને અને સમયને સારી રીતે ઓળખી જનારા વિચક્ષણ પુરુષ હતા. તેથી સર્વ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાઓના શિરછત્ર રૂપ બની રહેતા. તેઓશ્રીને કઈ દિવસ સમુદાય, ગચ્છ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કઈ બંધને કે સીમાડાઓ નડ્યાં ન હતાં. પરિણામે, અનેકેના વાત્સલ્યમૂર્તિ બનીને, તેમનાં દુઃખદર્દ દૂર કરી, સૌને કલ્યાણમાગે, સંયમમાર્ગે, ભક્તિમાર્ગે વાળવામાં સફળ થતા હતા. તેમનું એવું જ મહાન પાસું જ્ઞાનવિદ્યા–અભ્યાસ-સંશોધન-સંપાદનના સમર્થ ઉપાસક તરીકેનું પણ હતું. આ યુગમાં શાના રક્ષક અને ઉદ્ધારક તરીકે તેમણે જે શતભક્તિ કરી છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. ધર્મસાધના તેમ જ વિદ્યોપાસનામાં પણ પૂજ્યશ્રી સમાનભાવ ધરાવતા હતા. પરિણામે દેશ-વિદેશના જૈન-જૈનેતર સમુદાયમાં સમાન ચાહના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શક્યા હતા. તેમણે પદ્ધતિસરનું શિક્ષણ લીધું ન હોવા છતાં દાદાગુરુ આદર્શ શ્રમણપ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂતિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની છત્રછાયામાં અધ્યયનવૃત્તિને કેળવી શાસ્ત્રોદ્ધારમાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દિધા હતા. વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારેના વ્યવસ્થાપક તરીકે જેન આગમસૂત્ર, અન્ય શ્ર. પર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722