Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 711
________________ શ્રમણભગવંતો કરીને પિતાની માન્યતાઓને બહોળો પ્રચાર કરાવ્યું. યુનિવર્સિટીઓ, કેલેજે, હાઈસ્કૂલે આદિમાં પ્રવચન આપી, વિજ્ઞાને આપેલા આઘાતેને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા. આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યયનમાં તેઓશ્રી એકકા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દી, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. પૂજ્યશ્રીએ રચેલા ગ્રંથમાં પણ આગવી દષ્ટિ જેવા મળે છે. તેઓશ્રીએ ચિંતન-મનનને અંતે જે ગ્રંથો લખ્યા તેમાં “શ્રમણ જીવનચર્યા દર્શન', આગમરહસ્ય”, “ભૂગોળ-ખગેળ સંબંધી સ્વચિંતન', “પરમાત્મભક્તિ”, “ભટેવા પાર્શ્વનાથ સ્મારક ગ્રંથ”, “આગમજ્યતિર્ધર” (ભાગ ૧-૨ ), “તત્ત્વજ્ઞાનસ્મારિકા” આદિ મુખ્ય છે. એ ઉપરાંત, પૂજ્યશ્રીએ મધ્યકાલીન ગુજર જૈનસાહિત્યમાંથી “ભક્તિરસ ઝરણાં” નામે બે ભાગમાં દળદાર ગ્રંથોનું સંપાદન કરીને, જૈન ધર્મની સ્તવનવીશીની અધિકૃત વાચના આપી. અનેક સ્થળોએ આપેલા સદુપયેગથી સંખ્યાબંધ ભાવિકે સમાગે વળ્યા. પરિણામે, ૩૩ શિષ્ય-પ્રશિષ્યને વિશાળ પરિવાર ખડો કરી શક્યા. પૂજ્યશ્રીએ વેજલપુરમાં આગમસૂત્રોનું મહત્વનું વિવેચન કર્યું હતું અને ત્યાર પછી બીજી વાર સં. ૨૦૨૯માં ઊજમફઈના ઉપાશ્રયે ચાતુર્માસ વખતે હજારો ભાગ્યશાળી પુણ્યાત્માઓને “આગમ-વિવેચના આપી હતી. આમ, શાસ્ત્રજ્ઞાન, સાહિત્યસર્જન, વ્યાખ્યાન કૌશલ્ય, શાસનપ્રભાવના, તપસિદ્ધિ, પ્રત્રજ્યા–પ્રચાર આદિમાં પણ પૂજ્યશ્રીનું પ્રદાન નાનું સૂનું નથી. એવું જ ત્રીજું મહત્ત્વનું પાસું માલદ્ધારક તરીકે લીધેલા અથાગ પરિશ્રમનું છે. કુલ અઢારેક વર્ષના ઉગ્ર વિહારથી તેઓશ્રી માળવા–મેવાડના ગામેગામ ફરી વળ્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કઠિન વિહાર કરી પ્રેરણાની પરબ માંડી. ધર્મવિહોણું થઈ ગયેલાં લેકેમાં જાગૃતિ આણી તેઓને દર્શન-પૂજા કરતાં, તપ-ક્રિયા કરતાં શીખવ્યું. ઇન્દોરમાં સ્થાપેલી પેઢીને આધારે દેઢ-દોઢ મંદિરે જીર્ણોદ્ધાર કરાવ્યું. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ તીર્થો–શ્રી અમીઝર, શ્રી પાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, શ્રી પરાસલી, શ્રી વઈ પાર્શ્વનાથ, શ્રી મંડરા તીર્થ અને આજે જેની રોનક સમગ્ર ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર તીર્થને ચમકાવનાર આ પિતાપુત્ર–ગુરુશિષ્યની મહાન જુગલજોડી હતી. આમ, પૂજ્યશ્રી માલદ્ધારક તરીકે પણ અનન્ય–સાધારણ કામગીરી બજાવી ગયા. એવું જ મહાન કાર્ય જંબુદ્વીપ-નિર્માણનું છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના કરુણાભાવને લીધે પિતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયેગ કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજ્યશ્રીની માન્યતાના પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈન સમાજમાં જંબુદ્વિપ મંદિર રચવાની વિનંતીઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે સમગ્ર સાગર–સમુદાય એકત્રિત થયે હતે. શ્ર. પક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722