Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 713
________________ શ્રમણુભગવંતે ૪૧૯ વિદ્યાઓને અભ્યાસ કર્યો. પુરુષાર્થ શક્તિને કેળવ્યા વગર સુષુપ્ત પ્રતિભાશક્તિનો વિકાસ અશક્ય છે એવું માનનારા બેચરદાસે પૂ. શ્રી વિજ્યધર્મસૂરિજીના સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ અને વસ્તૃત્વકળાની શક્તિ વિકસાવી. પ્રાંતે કલકત્તા શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિદ્યાવિજયજી નામે ઘોષિત થયા. સુદીર્ઘ આંખો, પ્રભાવશાળી કાન, લાંબી ભુજાઓ, આઠમના ચંદ્ર જેવો ભાલપ્રદેશ, મનમોહક મુખારવિંદ અને મધુર વાણી –– આ સર્વ મહાપુરુષનાં લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળતાં હતાં. એમાં પૂ. ગુરુદેવશ્રીના સર્વ સદ્ગુણોને ઉમેરે થયે. પ્રભાવશાળી વકતૃત્વ, ચારિત્રવંત વ્યક્તિત્વ, દેદીપ્યમાન પ્રભાવકતા અને સાધુતાનાં આચરણોની ઓજસ્વિતાના ગુણેથી એપતા મુનિવર હજારો-લાખો ભાવિકજનેનાં હૈયામાં વસી જનાર વિરલ વ્યક્તિ હતા. - સિંધ જેવા અધાર્મિક પ્રદેશમાં લાંબો સમય વિહાર કરીને ત્યાંના પ્રજાજીવનમાં ધર્મસંસ્કારોનું સિંચન કરીને જૈનશાસનને જય જયકાર પ્રવર્તાવ્યું. તેમનું વ્યક્તિત્વ પ્રભાવ પાથરતું તેમ, તેમનું વસ્તૃત્વ લાખો શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતું. અનેકોને એ વાણીપ્રવાહ અને ઉત્સાહ પ્રેરત અને સંયમમાર્ગો પદાર્પણ કરવા પ્રેરે. પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ અનેક ભવ્યાત્માઓ પ્રજ્યાને પંથે પળ્યા હતા. બંગાળથી માંડીને સિંધ સુધી અને સિંધથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશમાં વિચરીને તેઓશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. એવા એ અજોડ વ્યાખ્યાનવિશારદ મહાત્માને શતશઃ વંદન! (સંકલન : પ્રતિષ્ઠા” સામયિકમાંથી સાભાર). પુરાણકાલીન ઋષિઓની ઉગ્ર તપસ્યાને યાદ અપાવે તેવું “ગુણરત્ન સંવત્સર’ નામનું વિશ્વવિક્રમ તપ કરનારા ભીષ્મતપસ્વી પૂ. મુનિરાજ શ્રી સોમતિલકવિજયજી મહારાજ એક સુપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિત પ્રમાણે, સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ દૂર કરે છે, દુધમાં રહેલા પાણીને હંસ ભિન્ન કરે છે, તેવી રીતે જીવ તપ વડે કર્મરૂપી મેલથી આત્માને ભિન્ન કરે છે. જેમ દાવાનલ વિના જંગલને બાળી શકાતું નથી, જેમ મેઘ વિના દાવાનલ એલવી શકાતો નથી, જેમ પવન વિના મેઘને વિખી શકાતું નથી, તેમ તપ વિના કર્મનાં બંધને છેદી શકાતાં નથી. પણ કલિકાલમાં કઠોર તપ દુર્લભ છે, અને તેમાં યે મહાતપ તપનારા અતિ દુર્લભ છે. એવા એક મહાન તપસ્વી શ્રી મતિલકવિજયજી મહારાજ થઈ ગયા. તેમણે કરેલા “ગુણરત્ન સંવત્સર’ તપની આરાધના છેલ્લાં સેંકડો વર્ષોમાં બીજા કેઈએ કરી હોય તેમ જણાતું નથી. આ તપસ્વી મુનિવર્યને સંયમી પ્રભાવક ભવ્ય ગુરુપરંપરાને વાર મળ્યો હતે. જૈનસંધમાં વિશાળ મુનિગણના સર્જક, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722