Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 712
________________ શાસનપ્રભાવક લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારે શ્રાવક-શ્રાવિકાઓને મહેરામણ ઊમટયો હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક વિનંતીઓ થઈ હતી. પણ સદાયે નામનાની કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધો. ૯૦ થાણાને એક જ અવાજ હતો કે આચાર્યપદ સ્વીકારે. પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહોતા. ઉપરાંત, તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાએ તેમને પુષ્કળ માન-સન્માન આપવા તત્પર છતાં તેઓશ્રી એ માન-સન્માનથી નિસ્પૃહી રહેવા માટે સભા-સમારંભમાં પણ જતા નહીં. પણ, સન્માન, ઉપાધિઓ, સભ્યપદો તેઓશ્રી પાછળ દોડતાં. જેમાં જુદી જુદી સોસાયટીએ તેમને સભ્યપદ મોકલ્યાં હતાં, તેમ જુદી જુદી ડિગ્રીએ પણ મોકલી હતી, જેમ કે – M. N. G. S. (Washington). M. A. S. ( Bombay), M. A. I.S. (Delhi), M. 0. G. (Ahmedabad), M. I. S. C. A. ( Calcutta). આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અધી યાત્રા વટાવી ત્યાં લક ગ્રસી ગયે. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ભાવિકે ખડે પગે સેવાસુશ્રષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ સં. ૨૦૪૩ના કારતક વદ ને દિવસે ઊંઝા મુકામે પિતાની જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અને અધી સદીથી પણ અધિક દીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચત્કાર થયાના દાખલા નેંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કેટ કેટિ વંદના ! (સંકલન : “પ્રબુદ્ધજીવન', પૂ. ગણિવર શ્રી હેમચંદ્રસાગરજીના ગ્રંથરત્ન પૂજ્ય ગુરુદેવ” આદિના આધારે સાભાર.) શાસનદીપક : વ્યાખ્યાતૃ ચૂડામણિ ? પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ના શિષ્યરત્ન શાસનપ્રભાવક, શાસનદીપક, વ્યાખ્યાતુ ચૂડામણિ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ અજોડ શક્તિના ધારક હતા. દીક્ષિત થયા પહેલાં પણ તેમના મનમાં ધર્મના સિદ્ધાંતે જાણવાની, તેને પ્રચાર કરવાની ભાવના ઊભરાતી હતી, જેનાગમમાં રહેલા સિદ્ધાંતને જાણવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન હોવું જરૂરી હતું. તે માટે તેઓ બનારસ પાઠશાળામાં ભણવા ગયા. સિદ્ધહેમ, અષ્ટાધ્યાયી, ન્યાય, કાવ્ય આદિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722