Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
શ્રમણભગવંત
૪૧૫
વિશુદ્ધ ચારિત્રપાલક : યોગવિદ્યાના આરાધક : ભૂગોળ-ખગોળના શાસ્ત્રવેત્તા ઃ સમર્થ સાહિત્યકાર : આગમ-વાચનાકાર : નમસ્કાર મહામંત્રના પ્રચારક :
માલદ્ધારક : જંબુદ્વીપ યોજનાના નિર્માતા પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજ
વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી ચંદ્રક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયે. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો ! શું વેદો ને શું પુરાણે! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને નર્મને નામે, ધર્મગુરુઓ ધૂતે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ પર ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુઠ્ઠી ઝંઝાળમાંથી બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું ! – આવું આવું સાંભળી એક મહાત્માનું દિલ દ્રવી ઊડ્યું, હૃદય પોકારી ઊઠયું : અરે, જે સકળ જીવન લોકલ્યાણ અર્થે ખચે તે મહાત્માઓ પર આવું આળ ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક ! પેટ માટે પસીને પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે જગતને જણાવવી પડશે. અને એ મહાત્માએ પરદેશના લેખકેચિંતકના વિચારનું મંથન કર્યું અને કલમ ઉપાડી. વિજ્ઞાન સામે મોરચો માંડ્યો. એક-બે નહિ, પાંચ-સાત નહિ; જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલથી પચીસ-પચીસ પુસ્તકે બહાર પાડ્યા. એ વિજ્ઞાનીઓ ! તમે સાચા નથી. તમારી માન્યતાઓમાં કંઈક મણું છે. ધર્માચાર્યોને જૂઠ બોલવાની કઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્વજ્ઞાનમાં ભારતીય ધર્મો અને તત્વજ્ઞાન શ્રેષ્ઠ કેટિના છે. એ પ્રતિપાદિત સત્ય સાથે ભારતનાં શાસ્ત્રો ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ઉચ્ચ કેટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે તેમ જ ભૌલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે – એવી એવી દલીલ દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જેનશાસનના ગૌરવ રૂપ હતા.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું ઉનાવા (મીરાંદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગજી મહારાજ ), માતા મણિબહેન (સાધ્વીશ્રી સગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ મોતીલાલ (મુનિશ્રી મહોદયસાગરજી મહારાજ ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી તુલસીશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઉછરતા હતા. સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પતા પુત્રના આગમન પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્દગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માગી. તે જમાનામાં બાળદીક્ષાને પ્રબળ વિરોધ હતા. અમૃતલાલના માર્ગમાં અણકળ્યા અંતરાયે ઊભા થયા પરંતુ અંતે અંતરની ઈરછાને વિજય થયા. પૂજ્યપાદ આગદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722