Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 708
________________ ૧૪ શાસનપ્રભાવક નાગપુર, કાનપુર, મુંબઈ, સિરોહી આદિ ગુજરાત બહારનાં નગરે છે. આ બતાવે છે કે તેઓશ્રીએ શાસનનાં કાર્યો માટે અવિરામ વિહાર કર્યો છે. એટલું જ નહિ, ૪૮ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ ૨૧ થી ૩૨ ઓળી ચાલુ વર્ષીતપમાં, ૩૩ થી ૩૭ ઓળી છડુંઅઠ્ઠમનાં વષતપમાં, ૩૮ થી ૫૫ ઓળી ચાલુ વર્ષીતપમાં કરીને ૧૯ વર્ષીતપ કરેલ. આવા તપસ્વી મુનિરાજને વિશેષ પ્રભાવ પડતો અને અનેક પુણ્યાત્મા તેમના વરદ્ હસ્તે સંયમમાગે સ ચરવા સજજ થતા. પૂજ્યશ્રીના હસ્તે ૬૦ ઉપરાંત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ૪૦ ઉપરાંત ઉપધાન તપ થયાં હતાં. ૨૫ ઉપરાંત તીર્થસ્થળો પર શાશ્વતી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના થઈ. સમસ્ત માળવા અને મેવાડને ગામડે ગામડે વિચરીને ધર્મજાગૃતિ લાવ્યા. ૩૦ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. ૧૭૫ ઉપરાંત જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૬૦ ઉપરાંત ગામમાં આયંબિલશાળા સ્થાપના કરી. ૧૨૫ ઉપરાંત ગામોમાં પાઠશાળાઓ સ્થાપી. શ્રી માંડવગઢ, શ્રી નાગેશ્વર, શ્રી મહાવીરજી (જયપુર ) આદિ તીર્થોને ઉદ્ધાર કરાવ્યું. શાસનરક્ષાથે “અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિરક્ષક સભા”, “રાજસ્થાન જૈન સંઘ, માળવા-મેવાડ નવપદ સમાજ” ઇન્દોર પેટી. માંડવગઢ પેઢી, કેશરિયાજી પેઢી આદિની સ્થાપના કરી. આટઆટલી શાસનપ્રભાવના છતાં સાચા સાધુને છાજે તેવી નિઃસ્પૃહતા તે ગજબની હતી. માન-કષાય પર અદ્ભુત કાબૂ ધરાવતા હતા. ક્યાંય પિતાને ફેટોગ્રાફ મૂકવાની પણ મનાઈ ફરમાવતા. ઉપાધ્યાયપદવી તે કેટલાય પ્રયત્ન પછી સ્વીકારેલી એ પૂજ્યશ્રીની કાર્યસિદ્ધિ પરને સુવર્ણકળશ છે. અધી સદીના દીક્ષા પર્યાયમાં, ૭૮ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી અવિરત ઉત્સાહપૂર્વક શાસનકાર્યો કરી રહ્યા હતા. સં. ૨૦૩૪માં ઊંઝામાં સ્થિત હતા. અવસ્થાને લીધે તબિયત વારંવાર નાદુરસ્ત થતી જતી હતી. ચોમાસું બેસવાના આગલા દિવસે, અષાઢ સુદ ૧૩ના રોજ પૂજ્યશ્રીનું સ્વાથ્ય કથળ્યું. પોતે આ સમય ઓળખી ગયા હોય તેમ સભાન બની ગયા. ગોચરીની અનિચ્છા દર્શાવી. રાત વીતી. માસી ચૌદશની વહેલી સવારે ૪-૨૫ કલાકે પૂજ્યશ્રીએ પૂર્ણ શુદ્ધિ અને ક્રિયારુચિપૂર્વક પ્રતિકમણ, પડિલેહણ, દેરાસરનું ચૈત્ય, પચ્ચખાણ પવવાની કિયા આદિ ક્ય. મુહપત્તિનું પડિલેહણ એક જ હાથે પિતે બોલપૂર્વક કર્યું. બપોરે ૪-૦૨ કલાકે નમસ્કાર મહામંત્ર, ચત્તારિ મંગલમની ધૂન વચ્ચે પૂજ્યશ્રીને પવિત્ર આત્મા સમાધિની આખરી સલામ ભરીને અગમ–અગોચરમાં સરકી ગયે ! ઊંઝા સંઘે કરેલા તાર–ટેલિફેનથી સમગ્ર દેશમાંથી માનવમહેરામણ ઊમટ્યો. બીજે દિવસે ૧૧-૩૦ કલાકે દેવવિમાન શી પાલખીમાં મહાયાત્રા નીકળી. બપોરે ૨-૦૦ કલાકે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવા. એ પવિત્ર ભૂમિ પર પૂજ્યશ્રીનું સમારક રચવાના નિર્ણય સાથે સૌ પાછા ફર્યા. અનેક સ્થળોએ થયેલી ગુણાનુવાદસભાઓ પૂજ્યશ્રીનાં કાર્યોની ગુણગાથા બની રહી ! (સંકલનઃ ગણિવર્ય શ્રી હેમચંદ્રસાગરજી મહારાજ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722