Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 707
________________ શ્રમણુભગવંતો ૪૧૩ પુત્રને જન્મ થયે. કુટુંબીજને એ નામ રાખ્યું મૂલચંદભાઈ મૂલચંદભાઈ બાળપણથી હેંશિયાર હતા. અભ્યાસમાં અને અભ્યાસ પૂરો કરીને ધંધામાં સારી કુશળતા દર્શાવી. પરિણામે, ધંધાના વિકાસ અર્થે મુંબઈ ગયા. પણ મુંબઈ પહોંચતાં જ જીવનની દિશા ફરી ગઈ અમદાવાદના શેઠ ભગવાનદાસ (પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી) તથા શેઠ ચીમનલાલ (પૂજ્યશ્રીના દીક્ષાગુરુ) આદિની મિત્રમંડળી રચાઈ. પૂ. શ્રી આનંદસાગરજી મહારાજ, પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં વ્યાખ્યાને નિયમિત સાંભળવા જવા લાગ્યા. આ મંડળીની સંખ્યા ૪પ ઉપર પહોંચી. સાથે પ્રતિક્રમણ, સાથે પૂજા, સાથે સ્નાત્રપૂજા, સાથે પૌષધ આદિ જોઈને સૌના અચંબાને પાર રહેતે નહીં. આ વાતાવરણમાં મૂલચંદભાઈને દીક્ષાની ભાવના જન્મી. પરંતુ એમાંયે માત્ર પિતાને એકલાને જ આ સન્માર્ગે લઈ જવાને બદલે આખા કુટુંબને આ માગે લઈ જવાને મનોરથ જાગે. સૌ પ્રથમ પિતાના મોટા પુત્રને દીક્ષા અપાવી તેઓ મુનિ શ્રી મહોદયસાગરજી મહારાજના નામે ઘોષિત થયા. ત્યાર પછી પિતે જામનગરમાં પૂ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. આચાર્ય દેવ શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મસાગરજી નામે શાસનના શણગાર બન્યા. બે વર્ષ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ પ્રગતિ સાધી અને પિતાના બીજા પુત્ર અમૃતકુમારને શંખેશ્વરમાં બાળવયે, દીક્ષાવિધિની જંગી જેહાદ વચ્ચે દીક્ષા અપાવીને, સ્વશિષ્ય બનાવી બાલમુનિ શ્રી અભયસાગરજી નામ આપ્યું. અહીંથી ન અટકતાં, સં. ૧૯૯૧માં રતલામમાં સંસારી પત્ની અને સુપુત્રીને દીક્ષા અપાવી સાધ્વી શ્રી સદ્દગુણાશ્રીજી અને બાલસાધ્વી શ્રીસુલસાશ્રીજી નામથી વિભૂષિત કર્યા. આમ, આખું કુટુંબ જિનશાસનને ચરણે ધરી દીધું. પૂજ્યશ્રીએ પોતાના વિહારમાં એક સિંહની માફક ગર્જના કરીને ધર્મસ્થાન પર આવેલા ભયને હટાવેલા છે. સરકાર સામે વણથંભી લડત આપીને વિજય હાંસલ કર્યો છે. શ્રી કેશરિયાજી, શિખરજી તીર્થ, પાવાપુરી, લુણાવાડા, ભરૂચ, સાધર્મિક વાત્સલ્ય, કાસોર, પરબડી, નડિયાદ, મગરવાડા આદિ સ્થાનોમાં સરકારની દરમિયાનગીરી વધતી જતી હતી. એ વખતે પૂજ્યશ્રીએ બોમ્બે એકટ બાબતમાં સરકાર સામે કેસ કર્યો. અને એકલે હાથે ડેલનિવાસી શેઠશ્રી રતિલાલ પાનાચંદ મારફત કેસ લડ્યા. પિતાની આવડતથી જ સુપ્રિમ કોર્ટમાં જીત મેળવી. એ ટાણે સમગ્ર જિનશાસને તેઓશ્રીને વધાવી લીધા હતા. કહેવાય છે કે કેસ દરમિયાન દલીલે કરતા ત્યારે એક અચ્છા બેરિસ્ટરને શરમાવે એવું કૌશલ્ય બતાવતા. આ કાર્યોમાં સુગમતા રહે તે માટે પૂજ્યશ્રીએ “અખિલ ભારતવષય જૈન સંસ્કૃતિરક્ષક સભા” નામે સંસ્થાની સ્થાપના કરી. આ સભા વારંવાર પિતાનાં અધિવેશન ભરીને શાસનનું માર્ગદર્શન કરતી રહી છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૮૬ થી સં. ૨૦૩૪ સુધીમાં ૪૮ ચાતુર્માસ કર્યા; તેમાં ખંભાત, ચાણસ્મા, ડભેઈ, વેજલપુર, ઊંઝા, અમદાવાદ, પાલીતાણા, કપડવંજ, રાજકેટ આદિ ગુજરાતનાં નગરે મુખ્ય છે. જ્યારે રતલામ, ઇન્દોર, સીતામહુ, મંદસૌર, આગ્રા, ઉજજૈન, ઉદયપુર, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722