Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 705
________________ શ્રમણભગવંતો ૪૧૧ ક્ષેત્રના અનેક પ્રવાહો અને આંતર પ્રવાહને તલસ્પર્શી અને સર્વગ્રાહી અભ્યાસ કર્યો. તેઓશ્રીની આ જ્ઞાને પાસના સત્યશોધક, દુરાગ્રહમુક્ત, સારગ્રાહી અને નિર્ભેળ હતી. આવી તટસ્થ, તુલનાત્મક અને ઐતિહાસિક દષ્ટિથી તેઓશ્રીએ પિતાના ગુરુદેવ સાથે અને અન્ય સાથે તેમ જ સ્વતંત્રપણે પણ, જેનસાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથનું આધુનિક વૈજ્ઞાનિક સંશોધનપદ્ધતિ પ્રમાણે નમૂનેદાર સંશોધન-સંપાદન કર્યું. પૂજ્યશ્રીના આ અગાધ જ્ઞાન અને અથાગ પુરુષાર્થને અંજલિ રૂપે વડોદરાના શ્રીસંઘે તેમને “આગમપ્રભાકર'નું સાર્થક બિરુદ આપ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલી મૂળ આગમેને પ્રકાશિત કરવાની મોટી યોજના તેઓશ્રીના અને પંડિત દલસુખભાઈ માલવણિયાના સંપાદન નીચે આગળ વધી. તે ઉપરાંત, પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે પણ છે. તેઓશ્રીએ અવિરત પુરુષાર્થ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણ, વડોદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે સ્થળેના જ્ઞાનભંડારેને વ્યવસ્થિત કરીને જીવતદાન આપ્યું. આ ગ્રંથભંડારેને ઉપગ સહેલાઈથી થઈ શકે તેવી વ્યવસ્થા કરી. જીર્ણશીર્ણ થયેલાં આ વિરલ ગ્રંથની સાચવણીની બાબતમાં તેઓશ્રી સિદ્ધહસ્ત કલાવિશારદ હતા, તેમ કહેવામાં અતિશક્તિ નથી. જેમ જ્ઞાને પાસના કરતાં કરતાં અન્ય ધર્મશાસ્ત્રોમાં પારંગત બન્યા હતા, તેમ જ્ઞાનભંડારેની વ્યવસ્થા કરતાં કરતાં પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, શિલ્પ, સ્થાપત્ય, સિકકા, મૂર્તિઓ આદિ વિષયક પુરાતત્ત્વશાસ્ત્રનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પ્રાચીન ગ્રંથ, ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની મુલવણું કરવામાં નિપુણ બન્યા હતા. પૂજ્યશ્રીના સમગ્ર જીવનના સારરૂપે કહી શકાય કે પ્રાચીન ગ્રંથના ઉદ્ધાર માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યો હતો. સં. ૧૯૯૫માં સંઘયણીને ઉગ્ર વ્યાધિ થઈ આવ્યું ત્યારે પણ તેઓશ્રી તો અડગ નિશ્ચલતાથી સંશોધનકાર્યમાં વ્યસ્ત રહેતા. પંચોતેર વર્ષની વૃદ્ધાવસ્થાએ “કથારત્નકેષ” જેવા મહાગ્રંથનું અને “નિશીથચૂર્ણિ” જેવા કદિન ગ્રંથનું અધ્યયન કરતા હતા. આ સર્વે તેઓશ્રીની વિદ્યોપાસના અને ધર્મસાધનાનાં ઉત્તમ ઉદાહરણ છે. જેસલમેરના જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પૂજ્યશ્રીએ વેઠેલી વિપત્તિઓ અને સોળ મહિનાના અગાધ પુરુષાર્થને વીસરાય તેમ નથી. તે સમયે અમદાવાદથી જેસલમેર જતાં વહેલી પરોઢે ૧૫–૧૭ ફૂટ નીચે પટકાઈ પડ્યા હતા. જેસલમેરની કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીએ પ્રાકૃત ટેકસ સેસાયટી ની સ્થાપના કરવામાં રસ લીધો હતો. દરમિયાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાં ગયા હતા. તેઓ પણ મહારાજશ્રીની આ પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા અને સને ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી, જે સંસ્થા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. એવી જ રીતે પૂજ્યશ્રીની પ્રેરણાથી પાટણમાં સં. ૧૯૯૫માં શ્રી હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિર ની સ્થાપના થઈ. આવી અસાધારણ જ્ઞાનોપાસનાના પરિણામ સ્વરૂપ ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદમાં જાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનમાં ઈતિહાસ-પુરાતત્વ વિભાગના અધ્યક્ષસ્થાને વરાયા હતા. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલી ઓલ ઇન્ડિયા એરિએન્ટલ કેન્ફરન્સમાં જેન અને પ્રાકૃત સાહિત્ય વિભાગના પ્રમુખ નિમાયા હતા. પ્રાચીન શાનાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722