Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
શ્રમણભગવંતો
૪૦૫ બાબતને ઝીણવટથી સમજી શકતા. એટલું જ નહિ, પરંતુ તેઓશ્રીના હસ્તાક્ષર એટલા સુંદર હતા અને એવી જ સુંદર પદ્ધતિએ તેઓ પુસ્તક લખી શકતા કે ભલભલા લેખકે મંત્રમુગ્ધ બની જતા. એને લીધે બધા જ લેખકે પર તેમને પ્રભાવ પડત. તેઓશ્રીની પ્રતિભાશાળી વ્યક્તિમત્તા નીચે એકીસાથે ૩૦-૪૦ લહિયાએ ગ્રંથ લખવાનું કામ કરતા હતા. તેમના હાથ નીચે કામ કરનાર લહિયાઓની શ્રમણ સમુદાયમાં સર્વત્ર કિંમત અંકાતી હતી. તેઓશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલા અને પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથને અનેકાનેક પ્રાચીન પ્રત્યન્ત સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, તેમ સંશોધનકળામાં પણ તેઓ પારંગત હતા. તેમનાં સંશોધન અંગેના પાંડિત્ય અને અનુભવને આપણે તેમણે સંપાદિત કરેલા શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પાટણના જેનભંડારે એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડ્યા હતા. એકંદરે એ ભંડારનું દર્શન પણ દુર્લભ બની ગયું હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન માટે પુસ્તક મેળવવાં અતિ દુષ્કર હતાં. એ ભંડારે જોઈએ તેટલાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત નહતા. આવી પરિસ્થિતિ હતી ત્યારે ગુરુદેવ શિષ્ય પરિવાર સાથે પાટણ પધાર્યા અને જ્ઞાનભંડારેને વ્યવસ્થિત કરવા માટે કામ હાથ ધર્યું અને પૂ. ગુરુભગવંત સાથે આ કાર્ય પાર પાડ્યું. આ કાર્યમાં પૂ. ચતુરવિજયજી મહારાજે જ માનસિક અને શારીરિક ઘણે પરિશ્રમ લીધું હતું, છતાં તે કાર્યને સઘળો યશ તેમણે ગુરુચરણે જ સમર્પિત કર્યો. એવી જ રીતે, લીંબડી શ્રીસંઘના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણમાં સ્થાપન કરેલા પૂજ્ય પ્રવર્તકજીના અતિ વિશાળ ભંડારની સર્વાગ સંપૂર્ણ સુવ્યવસ્થા તેમણે એકલે હાથે જ કરી હતી. આ ઉપરાંત, પૂજ્ય પ્રવર શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજના વડોદરામાં વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થા પણ તેમની મદદથી થઈ હતી. તેમની વિદ્વત્તા અને કાર્યદક્ષતાને લીધે તેમના સંસર્ગમાં આવનાર તેઓશ્રીથી અવશ્ય પ્રભાવિત થતા. પંડિત પ્રવર શ્રીયુત સુખલાલજી, વિદ્વત્વર્ય શ્રી જિનવિજય આદિ સમર્થ વ્યક્તિઓ પર તેમને અપૂર્વ પ્રભાવ હતું. આ સર્વ વિદ્વાન વિશિષ્ટ અધ્યયન-ચિંતને પૂજ્યશ્રીનાં પ્રેરણા અને સહવાસને લીધે આરંભાયાં હતાં. લેખનકળામાં પિતાની વિશિષ્ટ સૂઝસમજને ઉપયોગ કરી તેઓશ્રીએ એમાં અભુત પ્રગો હતા. તેમની પ્રેરણાથી પાટણનિવાસી ત્રિવેદી ગવર્ધનદાસ લક્ષમીશંકર સેના-ચાંદીની શાહીથી કિંમતી ગ્રંથ લખતા હતા. પાટણનિવાસી ભેજક અમૃતલાલ મોહનલાલ અને નાગેરનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સંશોધન કરી સુંદર પ્રેસ-કેપીઓ કરવાનું કામ શિખવાડ્યું હતું.
પૂ. શ્રી ચતુવિજયજી મહારાજનું મહત્વનું કાર્ય જૈન જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરવાનું હતું. વળી, શ્રી આત્માનંદ જેન ગ્રંથરત્નમાળાનું સંશોધન-સંપાદન પણ તેમનું મહાન કાર્ય છે. આ ગ્રંથમાળામાં વિવિધ વિષયના નાના–મેટા ૯૧ ગ્રંથ પ્રકાશિત થયા છે, જેમાંના ઘણા તેઓશ્રીએ જ સંપાદિત કર્યા છે. આ ગ્રંથમાળામાં ઐતિહાસિક અને ઉપદેશાત્મક સંસ્કૃત-પ્રાકૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટકે, આગામે, પ્રકરણે આદિને વિપુલ જ્ઞાનરાશિ પ્રાપ્ત થાય છે જ, તેમાંના કેટલાંક અલભ્ય પ્રકરણે શ્રમણ-શ્રમણીઓને પ્રથમવાર પ્રાપ્ત થયાં છે એ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722