Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 694
________________ ૪૦૦ શાસનપ્રભાવક ઊંઘતા કાંતિલાલને પણ જગાડી ગયે. પરંતુ યૌવન, વૈભવ અને પરણીત જીવનમાંથી કાંતિલાલ સહેલાઈથી સંયમમાગે સંચરે એવા સંજોગો નહતા. એક વાર મામા પિપટલાલ સાથે પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ( ત્યારે પૂ. પં. શ્રી પ્રેમવિજ્ય ગણિવર્ય ની વૈરાગ્યસભર વાણી સાંભળવા ગયા અને પૂર્વભવના સંસ્કાર જાગૃત થઈ ગયા. પત્ની લીલાવતી પાસે બ્રહ્મચર્યવ્રત સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી, પરંતુ પત્ની અને સર્વ કુટુંબીજનોને વિરોધ ઊઠયો. કાંતિલાલને નજરકેદ રાખવા માંડ્યા. કાંતિલાલે સંસારની માયામાં રસ હોવાને દેખાવ કર્યો. કુટુંબીજને સમજ્યા કે કાંતિલાલ ફરી પાછા સંસારના રંગે રંગાઈ ગયા છે. એટલે તેમના ઉપરની દેખરેખ ઓછી કરી. કાંતિલાલે તે અંદરખાને દીક્ષા લેવાના સ્થળ સમય નકકી કરી લીધાં હતાં. મિત્રના લગ્નમાં જવાનું બહાનું કાઢી ખંભાત-ગુરુદેવ પાસે પહોંચી ગયા. સકલાગમ રહસ્યવેદી ગુરુદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા પિતાના પરિવાર સાથે ખંભાત બિરાજમાન હતા. શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ આ વ્યવસ્થામાં અગ્રેસર હતા. સં. ૧૯૮૩ના વૈશાખ વદ ને દિવસે કાંતિલાલને દીક્ષા આપવામાં આવી અને તેઓશ્રી મુનિશ્રી રામવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી કાંતિવિજયજી તરીકે ઘોષિત થયા. પૂર્વ યેજના પ્રમાણે તેમની દીક્ષાની ઉજવણી રૂપે પત્રિકાઓને વરસાદ વરસાવ્યું. બીજી બાજુ સગાંસંબંધીઓ તરફથી વિધ્રનાં વાદળ ઘેરાયાં. કોર્ટકચેરી થઈ. માર્ગમાંથી ઉપાડી જવાની યેજના ઘડાઈ. પરંતુ મુનિરાજ કાંતિવિજયજી પર્વત સમા અડગ રહ્યા. આ વિરોધમાં પૂજ્યશ્રીના કુટુંબીઓ મુખ્ય હતા. આગળ જતાં, આ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે માતા કેવળીબાઈ એ સંયમ સ્વીકારવાનો નિર્ધાર કર્યો અને સં. ૧૯૮૮માં સાધ્વી શ્રી કંચનશ્રીજી તરીકે દીક્ષિત બન્યાં. પતિ અને માતાના પગલે પગલે લીલાવતીબેનનું હૃદય પણ પીગળી ગયું. ધીમે ધીમે પૂજ્યશ્રીના પગલે આ પરિવારમાંથી નવ વ્યક્તિઓએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું. મુનિવર શ્રી કાંતિવિજયજી મહારાજને ગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની સંયમ-તાલીમ, ગુરુદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની જ્ઞાન–પ્રેરણા અને ગુરુદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં નેતા પ્રવચનને લાભ મળ્યો હતો. તેઓશ્રીએ ગુરુ. ભગવંતોને તિષવિષયક વારસો પણ પચાવ્યું હતું. એ ભક્તિ, સાધના અને વિદ્વત્તાથી ક્રમશઃ તેઓશ્રી ગણિપદ અને પંન્યાસપદ પામ્યા હતા. પરંતુ પૂજ્યશ્રીને ક્ષય રોગના હુમલા થતા જ હતા, તેમાં અન્નનળીનું કેન્સર લાગુ પડ્યું. ધીમે ધીમે કેન્સરના જીવાણુઓ શરીરમાં ફેલાતાં ગયાં. તેમ છતાં, તેમની કાંતિ ઓછી થઈ ન હતી. પૂજ્યશ્રી માનતા કે, “સાધુ માટે રેગ એ આત્મકલ્યાણનો-કર્મનિર્જરને મહત્સવ છે.” અંત સમયે ગુરુભગવંત શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં હતા. ગુરુદેવને પણ આ વિરલ વિભૂતિમાં અખૂટ શ્રદ્ધા હતી. તેઓશ્રી કાયાથી કરમાયા, પણ કીતિથી અજર-અમર બની ગયા. સંયમગ્રહણના સાહસિકો માટે ઉત્તમ આદર્શ બની ગયા. અલ્પાયુષ્યમાં પણ સાધુજના અને શ્રાવકેના માર્ગદર્શક બની ગયા ! વંદન હજ એવા પુણ્યપ્રભાવી પંન્યાસપ્રવરને ! (સંકલન : પૂ. આચાર્ય વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ. ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722