Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 696
________________ ૪૦૨ શાસનપ્રભાવક ચાતુર્માસ બિરાજમાન હતા. તેઓશ્રીના સ્ફટિકરત્ન સમા નિર્મળ ચારિત્રથી આકર્ષાઈ ઘણા ભવ્યાત્માઓ ઊંચી આધ્યાત્મિક પ્રેરણાનું અમીપાન કરી રહ્યા હતા. દક્ષાથી એનું એક મોટું મંડળ તૈયાર થઈ રહ્યું હતું....એમાં શ્રી પોપટલાલની પણ વૈરાગ્યભાવના નવપલ્લવિત બની.. પૂ. સૂરિદવના સંયમી જીવન પ્રત્યે ખૂબ આકર્ષણ થયું. સાથે મોટાભાઈ શ્રી કાંતિલાલની જબરી હૂંફ મળી. વિ. સં. ૧૯૯૧માં પિષ સુદ ૧૨ના દિવસે ધામધૂમથી ચાણસ્મા મુકામે મોટાભાઈ શ્રી કાંતિભાઈ સાથે દીક્ષા ગ્રહણ કરી. શ્રી કાંતિભાઈ, શ્રી ભાનવિજ્યજી બન્યા...અને શ્રી પિપટભાઈ તેઓના શિષ્ય શ્રી વિજય બન્યા... પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. પિતાના વિશાળ મુનિસમુદાયના પ્રત્યેક મુનિના સંયમજીવનના બગીચાને નવપલ્લવિત રાખનાર કુશળ માળી હતા. પૂ. પદ્મવિજ્યજી મ.ના ચારિત્રજીવનમાં તેઓને પૂજ્યશ્રી તરફથી આદર્શ ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષા મળી. અધ્યયનમાં પૂ. ભાનુ વિ.મ. ન્યાયશાસ્ત્રમાં નિપુણ બન્યા. પૂ. પદ્મવિજય મહારાજે વ્યાકરણશાસ્ત્ર ઉપર નિપુણતા મેળવી. અભિધાન–ચિંતામણિ કોશ કંઠસ્થ કર્યો. તેમને અધ્યયન પરિશ્રમ અને અધ્યયન-પદ્ધતિ વિશિષ્ટ હતાં. વિશાળ સાધુ-સમુદાય એ પ્રત્યે અહોભાવવાળ હતા. જીવવિચારાદિ પ્રકરણે, કર્મગ્રંથ, વીતરાગ તેત્ર, શાંતસુધારસ, જ્ઞાનસાર, યેગશાસ્ત્ર, છતકલ્પસૂત્ર, સિદ્ધહેમ વ્યાકરણ, ધાતુ પાઠ કંઠસ્થ કર્યા હતા. ઉપદેશમાળા તથા ઉત્તરાધ્યયન આદિ ગ્રંથની ચૂંટેલી ગાથાઓ, લગભગ બધી પૂજાએ તેઓએ કંઠસ્થ કરી હતી. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના બૃહન્યાસ, ઉણાદિ સંગ્રહ, ન્યાયસંગ્રહ, મહાભાષ્ય, ભૂષણ વગેરે ગ્રંથ, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રાદિ કાવ્ય, છંદ, અલંકાર, કેશ વગેરેનું સુંદર અવગાહન કર્યા બાદ દર્શનશામાં ન્યાય, મુક્તાવલી, દિનકરી, કુસુમાંજલિ, વ્યુત્પત્તિવાદ, સાંખ્યકારિક, વૈશેષિક દર્શન, એગદર્શન, વેદાંત પરિભાષા વગેરે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું. જૈનન્યાયમાં પણ વદર્શન સમુચ્ચય, પ્રમાણનયતત્ત્વાકાલંકાર, રત્નાકર અવતારિકા, યાદ્વાદ મંજરી, સમ્મતિતક, નપદેશ, લલિતવિસ્તરો, શાસ્ત્રવાર્તા સમુચ્ચય વગેરેનું તલસ્પર્શી વાંચન કર્યું... ચન્દ્રપ્રાપ્તિ, સૂર્યપ્રપ્તિ જેવા ૨ | ૩ આગમ સિવાય બધા જ આગમનું વાંચન તેઓશ્રીએ એકથી વધુ વખત કર્યું કરાવ્યું હતું. નિશીથબૃહત્કલ્પ–વ્યવહાર જેવા અનેક મોટા મોટા ગ્રંથની દેહનરૂપે નેધ તૈયાર કરી હતી. છેલ્લે કેન્સરની બીમારીમાં પણ શિવગંજના (સં. ૨૦૧૬ના) ચાતુર્માસ સુધી આગમવાંચનનો પુરુષાર્થ ઝળકતે હો ! આગમો તેમ જ બીજા અનેક ગ્રંથોની તેઓશ્રીએ કરેલી નેંધેની નેટે તેઓશ્રીની કૃતોપાસનાને કીતિ સ્તંભ બની ગઈ છે ! તત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા, રાજવાર્તિક ટીકા, કર્મગ્રંથ ટીકા, ગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, વિંશતિવિંશિકા, યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિ, તિલકમંજરી, શાંતિનાથ મહાકાવ્ય, શાલિભદ્ર મહાકાવ્ય, પદ્માનંદ મહાકાવ્ય, ગુરુતત્ત્વવિનિશ્ચય, કાત્રિશદ્વાáિશિકા, ઉપમિતિભવપ્રપંચ કથા, ઉપદેશમાળા, ઉપદેશમાળા પુષ્પમાળા, ઉપદેશપદ, સમરાઈષ્ય કહા, ધર્મરત્ન પ્રકરણ, અનેક પ્રબંધે. ભવ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722