________________
૩૮૪
શાસનપ્રભાવક
જેમણે ઠેર ઠેર ધર્મપ્રભાવનાનાં ઘોડાપૂર વહાવ્યાં : ઓળી-ઉપધાન જેવાં માંગલિક કાર્યોની પ્રેરણું આપી ઃ આગમેદ્ધારકશ્રીને દીક્ષા આપનાર
આગમજ્યોતિર્ધર પૂજ્ય મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મહારાજ
શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણ પરંપરામાં પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સાદર સ્મરણીય રહેશે. શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસનપ્રીતિ સાથે શાસનનાં સાતે ક્ષેત્રમાં નકકર અને કાયમી અર્પણને મહાપુરુષોના માપદંડ તરીકે સ્વીકારીએ તો તપાગચ્છની સાગરશાખાના પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રત-સ્થવિર શ્રમણરત્ન હતા.
આ ચરિત્રનાયકને જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણામાં સં. ૧૮૯૯માં થયે. સં. ૧૯૧૨માં પૂ. શ્રી ગૌતમસાગરજી મહારાજના મહેસાણાના ચાતુર્માસ વખતે તેઓ તેમના સંપર્કમાં આવ્યા અને એ સમાગમે સંયમ તરફ વળ્યા. અમદાવાદમાં સં. ૧૯૧૩માં માગશર સુદ ૧૩ને દિવસે ભાગવતી દીક્ષા લીધી. સં. ૧૯૨૭માં પ્રથમ ચાતુર્માસ સ્વતંત્રપણે પાટણમાં કર્યું.
પૂર્વજન્મની વિશિષ્ઠ આરાધનાને બળે, દીક્ષા થઈ ત્યારથી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં આવશ્યક અધ્યયન અને ક્રિયાઓ સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ઊંડી સમજણ સાથે નિપુણતા મેળવી. અન્ય ગુરુબંધુઓ સાથે સૌમનસ્ય ભાવે યથોચિત વિનય મર્યાદાથી વતીને સામુદાયિક જીવનના આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા. એમનાં સંયમ, શીલ, ચારિત્ર, ત્યાગ, તપ અને ધર્મ પ્રવૃત્તિઓના પ્રભાવે પુણ્યવાન આત્માઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યા. ગુજરાતનાં નાનાં મોટાં ગામમાં વિચરવા દરમિયાન પિતાની પ્રતિભાશાળી પ્રવચનશૈલીથી અનેક પુણ્યાત્માનાં હૃદયમાં પ્રેરણાઓ ઉપજાવી શક્યા. એમ કહેવાતું કે પૂજ્યશ્રી ઉપર મૂળચંદજી મહારાજના ચાર હાથ હતા. સં. ૧૯૨૮માં પાટણમાં શ્રી રત્નસાગરજી મહારાજને દીક્ષા આપી સર્વપ્રથમ શિષ્ય બનાવ્યા. તે જ વરસે પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા તરફ વિહાર કરી ધર્મપ્રભાવનાનાં ઘેડાપૂર વહાવ્યાં. સં. ૧૯૨૯માં રતલામમાં ચાતુર્માસ વખતે આચારશુદ્ધિ પર વ્યાખ્યાનમાળા આપી. સં. ૧૯૩૦માં પણ ત્યાં જ ચાતુર્માસ કરી
કેમાં ધર્મભાવનાની વૃદ્ધિ કરી. મહદપુરમાં ભવ્ય અષ્ટાનિકા મહોત્સવ કર્યો. એ જ સમયે સનાતન ધર્મ પર આઠ દિવસની જાહેર વ્યાખ્યાનમાળા જી.
સં. ૧૯૭૧માં સેમલીયા જૈન સંઘ સાથે અને મક્ષીજી તીર્થ સંઘ સાથે મક્ષીજી તીર્થમાં, મંગળપ્રવેશ કર્યો. મક્ષીજીમાં અઠ્ઠમની આરાધના પૂર્ણ કરીને ઉજજૈન તરફ વિહાર કર્યો. ઉજજૈનમાં સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યકતા પર ચર્ચા કરી. ફાગણ માસી ઈંદરમાં, ચિત્રી ઓળી ઇંદોરમાં, અને ત્યાંથી સં. ૧૯૩૨માં રતલામથી કરમદી તીર્થે ધર્મપ્રભાવના કરી બદનાવરમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૩૩માં મહદપુરમાં વિધિપૂર્વક પાંચ આગમની વાચનાનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org